અભિયાન:ગ્રાહકો છેતરાઈ નહીં તેની જાગૃતિ માટેનાં નાટકો રજૂ કરવામાં આવ્યાં

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટના બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડ્ડર્સની ટીમે રસ્તા પર નાટકો કર્યા

સુરેન્દ્રનગર શહેરના 4 થી વધુ સ્થળોએ જનજાગૃતિ માટે નાટકો રજૂ કરવામાં આવતા લોકો પણ અચંબામાં પડી ગયા હતા. અને કોઇપણ ચીજવસ્તુઓની ખરીદી વખતે છેતરાવ નહી તેની નાટક દ્વારા લોકોને સમજ આપવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં ખાદ્ય સહિતની લોકઉપયોગી અનેક નાની મોટી ચીજવસ્તુઓની ખરીદીમાં લોકો છેતરાતા હોવાના અનેક બનાવો બની રહ્યા છે. બીજી તરફ ચીજવસ્તુઓની ખરીદીમાં પણ કઇ કઇ બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ તેનો લોકોમાં પણ અભાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે વધુમાં વધુ લોકો પણ છેતરાઇ રહ્યા છે.

આવા સમયે સુરેન્દ્રનગર શહેરમાં સોમવારે રાજકોટ બ્રાંચ ઓફિસની બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડડ્સની ટીમે ટીમ ગ્રાહકોની જનજાગૃતિ માટેનું અભિયાન લઇને આવી પહોંચી હતી. અને શહેરના મુખ્ય રોડ ઉપર, વાડીલાલ ચોક,વાદીપરા, જવાહરચોક, પતરાવાળી સહિતના સ્થળોએ આ ટીમ દ્વારા નાટકો બતાવીને લોકોને સમજાવવામાં આવ્યા હતા. આ સમયે સિટી એડિવીઝનના પીએસઆઈ જી.એન.શ્યારા, ઇન્ચાર્જ ટ્રાફિક પીએસઆઇ સી.એ. એરવાડીયા, રામસંગભાઈ, સરદારસિંહ, રોહિતભાઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો. બીજી શહેરના મુખ્યા રસ્તાઓ પર જ એકાએક નાટકો નજરે ચડતા લોકો પણ ઉભા રહી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...