તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર સજાગ:હળવદમાં પાલિકા દ્વારા ડોર ટુ ડોર વેરા વસુલાતની શરૂઆત કરાઇ

સુરેન્દ્રનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદમાં પાલિકા દ્વારા ડોર ટુ ડોર વેરા વસુલાતની શરૂઆત કરાઇ - Divya Bhaskar
હળવદમાં પાલિકા દ્વારા ડોર ટુ ડોર વેરા વસુલાતની શરૂઆત કરાઇ
  • અંદાજે બે કરોડના બાકી મિલકત અને પાણી વેરો વસૂલવા કડક કાર્યવાહી

હળવદ નગરપાલિકાએ વેરા વસુલાત માટે આજથી ઝુંબેશ શરૂ કરી દીધી છે. ખાસ કરીને પાલિકાની એક ટીમ દ્વારા હળવદમાં ડોર ટૂ ડોર વેરા વસુલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને અંદાજે બે કરોડના બાકી મિલકત અને પાણી વેરો વસૂલવા કડક કાર્યવાહી કરવાની પણ હળવદ નગરપાલિકા દ્વારા ચેતવણી આપવામાં આવી છે.

બાકી મિલ્કત અને પાણી વેરો વસૂલવા માટે પાલિકાની એક ટીમ મેદાને

હળવદ નગરપાલિકા તંત્ર દ્વારા આજથી વેરા વસુલાત શરૂ કરવામાં આવી છે. જાણવા મળતી વિગતો મુજબ અંદાજે બે કરોડના બાકી મિલ્કત અને પાણી વેરો વસૂલવા માટે પાલિકાની એક ટીમ મેદાને આવી છે. અને આજથી હળવદમાં ડોર ટુ ડોર વસુલાત શરૂ કરી દેવામાં આવી છે. હળવદ નગરપાલિકાએ વેરો ન ભરનાર સામે કડક કાર્યવાહીના નિર્દશ આપ્યા છે. અને વેરો ન ભરનાર આસમીના નળ જોડાણ કટ કરવા તેમજ મિલકતનું મેળવણું કરી રેકોર્ડ અદ્યતન કરવા કાર્યવાહી કરવાનું જણાવાયું છે.

ભૂતિયા નળ કનેક્શન પણ કટ કરવામાં આવશે

હળવદ નગરપાલિકા પ્રમુખ રમેશભાઇ પટેલ અને ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને ગત તા.8 ના રોજ એક બેઠક મળી હતી. જેમાં હળવદમાં વેરા વસુલાત ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને ડોર ટુ ડોર વેરા વસુલાત માટે એક ખાસ ટીમની રચના કરવામાં આવી છે. તે ટીમ ઘરેઘરે જઈને બાકી વેરા અને સર્વે કરવાની સાથે વેરાની વસુલાત કરશે. જેમાં ભૂતિયા નળ કનેક્શન પણ કટ કરવામાં આવશે. ત્યારે હળવદ પાલિકા દ્વારા શરૂ થયેલી આ વેરા વસુલાત કેટલી અસરકારક સાબિત થશે તે જોવાનું રહ્યું. સાથે જ પાલિકા દ્વારા હાલ શહેરમાં રાત્રી સફાઈ પણ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...