તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રચારનો ધમધમાટ:સુરેન્દ્રનગર જીલ્લામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો ડોર-ટુ-ડોર પ્રચાર

સુરેન્દ્રનગર4 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત પાલિકા ચૂંટણી ઉમેદવારોનો લોકસંપર્કનો ધમધમાટ

વોર્ડંનં.2ના ઉમેદવારોએ કુંવાશી દિકરીઓના હસ્તે કંકુચાંદલો કરી અને વોર્ડનં.3ના ઉમેદવારે મંદિરે દર્શન કરી લોકોને મળ્યા

લોકોએ સમસ્યા જણાવતા તેમની સમસ્યાનું નિરાકરણ લાવવા કટીબધ્ધતા દર્શાવી લોકશાહીના પર્વમાં સહભાગી બની મતદાન અવશ્ય કરવા અપીલ કરી

સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાની ચૂંટણીનો પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે વોર્ડનં.2 અને 3 ના ભાજપ ઉમેદવારોએ લોક સંપર્ક હાથ ધર્યો હતો. જેમાં વોર્ડનં.2ના ઉમેદવાર જયદિપસિંહ ઝાલા, નિરવભાઇ દવે, હિનાબેન ગાંધી ,હંસાબેન વસવેલીયાએ કુંવાસી બાળાઓના હસ્તે શુભારંભ કરી લોકસંપર્ક શરૂ કરતા હાર તોરાથી ઠેરઠેર સ્વાગત કરાયુ હતુ આ ઉપરાંત . જ્યારે વોર્ડનં3ના ઉમેદવાર શીખાબેન કશ્યપભાઇ શુક્લ, હરેશભાઇ ગરીયા, રવિન્દ્રભાઇ ચૌહાણ, માલતીબેન કડ સહિત કાર્યકરોએ સ્વામિનારાયણ મંદિર અને ગાયત્રીમંદિરે દર્શન કરી ટેકેદારો કાર્યકરોની ટીમ સાથે ઘેરઘેર લોકસંપર્ક અભિયાન હાથ ધરતા લોકોએ પોતાની સમસ્યાઓ જણાવતા ઉમેદવારોએ સમસ્યાના નિકરાકરણ લાવવા કટીબધ્ધતા દર્શાવી લોકશાહીનું પર્વની ઉજવણીમાં સહભાગી બનવાઅને મતદાન અવશ્ય કરી વિજેતા બનાવવા અપીલ કરી હતી.

કોંગ્રેસ દ્વારા મોંઘવારીના પોસ્ટરો સાથે પ્રચાર કરી ભાજપને ઘેર્યાસુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકાની ચૂંટણીનો પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. આથી ઉમેદવારો પોતપોતાની રીતે મતદારો રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે.ત્યારે વોર્ડ નં -6ના ઉમેદવારોએ સરકારને ઘેરતા મોઘવારી, તેલના ભાવ વધારા, ગેસના બાટલાના ભાવ વધારા, પેટ્રોલના ભાવ વધારા સાથે ભ્રષ્ટાચાર અને મોંધવારીને લગતા સુત્રો સાથેના પોસ્ટર શરીરે ધારણ કર્યા હતા. અને પ્રાથમિક સુવિધાઓના અભાવ સહિતની સમસ્યાની બાબતે વિરોધ દર્શાવવા સાથે લોક સંપર્ક હાથ ધર્યો હતો.

આમ આદમી પાર્ટી ભાજપ-કોંગ્રેસનું ગણિત બગાડશેદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝંપલાવવાની સાથે દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા અને સંજય સિંહે મહાનગરપાલિકાની ચૂંટણીમાં રોડ શો કર્યા હતા. હવે સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત અને જીલ્લાની વિવિધ તાલુકા પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ડોર-ટુ-ડોર પ્રચાર કરી મોરચો ખોલ્યો છે. ત્યારે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસની જીતનું ગણિત બગાડશે અેવો ગણગણાટ સાંભળવા મળી રહ્યોં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો