તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:તમારી પાસે જે નથી તે વિશે વિચારશો નહીં, જે છે તેના વિશે વિચારો : ઝાલાવાડનો વ્હિલચેર ક્રિકેટર

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઝાલાવાડના  ઇન્ટરનેશનલ વ્હિલચેર ક્રિકેટરે અનેક સિદ્ધિઓ મેળવી છે. - Divya Bhaskar
ઝાલાવાડના  ઇન્ટરનેશનલ વ્હિલચેર ક્રિકેટરે અનેક સિદ્ધિઓ મેળવી છે.
  • બંને પગે દિવ્યાંગ યુવાને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી હતી

મૂળીના વતની અને હાલ સુરેન્દ્રનગર રતનપરમાં રહેતા બંને પગે દિવ્યાંગ યુવાને વ્હીલચેર ક્રિકેટમાં અનેક સિધ્ધો મેળવી હતી. ત્યારે તમારી પાસે જે નથી તે વિશે વિચારશો નહીં, તમારી પાસે જે છે તેના વિશે વિચારો તેમ યુવાને જણાવ્યું હતું.

ઝાલાવાડના મૂળી ગામના વતની અને સુરેન્દ્રનગરના રતનપરમાં રહેતા રઘુવીરસિંહ રાજેન્દ્રસિંહ પરમારને ત્યાં 1987માં દિગ્વીજયસિંહનો જન્મ થયો હતો. બાળપણમાં ઇન્જેકશન લીધા બાદ થયેલી પોલીયાની અસરથી તેઓને બંને પગ ગુમાવી દીધા હતા. પરંતુ નાનપણથી ક્રિકેટ રમવાનો શોખ ધરાવતા દિગ્વીજયસિંહે વાદળી ટીશર્ટ પહેરવાની જીજ્ઞાસા હતી. ત્યારબાદ મિત્રોની મદદથી વ્હિલચેર પર ક્રિકેટ રમવાની શરૂઆત કરીને છગ્ગા-ચોગ્ગા મારે ત્યારે તેમણે ફટકારેલા દડા ઉપર મેદાનમાં ઉપસ્થિતિ લોકોની આંખો સ્થિર થઇ જતી હતી.

આમ આ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થતા તેઓની ઇન્ટરનેશનલ વ્હિલચેર ક્રિકેટ ટુર્નામેન્ટમાં સિલેકશન થયુ હતુ. ત્યારબાદ નેપાળ, દિલ્હી,મુંબઇ સહિતના સ્થળોએ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ સાથે પ્રમાણપત્રો, શિલ્ડ,મેમોન્ટો મેળવ્યા હતા. હાલ દિગ્વીજયસિંહ સુરેન્દ્રનગરની બેંક ઓફ બરોડામાં બિઝનેશ એસોસિએટની ફરજ બજાવી રહ્યાં છે. પરિવારમાં સુરેન્દ્રનગરમાં સીઇઓ તરીકે ફરજ બજાવતા પિતા રઘુવીરસિંહ પરમાર અને માતા કનકબા, બહેન કોમલબા તેમજ પત્ની હિનાબા સાથે રહે છે. આ ઉપરાંત દિગ્વીજયસિંહ પોતે પણ 2019થી લઇને હાલમાં હેન્ડડ્રાઇવ કરીને ફોરવ્હીલ કાર ચલાવી રહ્યા છે. તેમજ ખાનપુર અમદાવાદમાં ટ્રેનિંગ લઇને રાફઇલ શૂટિંગ પણ કર્યુ હતુ.

ઇન્ટરનેશનલની વ્હિલચેર ક્રિકેટની સ્પર્ધામાં તેઓ બાંગ્લાદેશ અને શ્રીલંકા પણ જવાના હતા. પરંતુ કોરોનાના કારણે આ ટુર રદ થઇ હતી. આ અંગે વ્હિલચેર ક્રિકેટર દિગ્વીજયસિંહ પરમારે જણાવ્યુ કે, તમારી પાસે જે નથી તે વિશે વિચારશો નહીં, તમારી પાસે જે છે તેના વિશે વિચારો. જો સ્વાસ્થ્ય ખોવાઇ જાય છે તો કંઇક ખોવાઇ જાય છે અને જો પાત્ર ખોવાઇ જાય છે તો દરેક વસ્તુ ખોવાઇ જાય છે.

અન્ય સમાચારો પણ છે...