ફરિયાદ:‘મારી પત્નીને સાથે રહેવા દેતા નથી ને મારી નાખવાની ધમકી આપે છે’ : પતિ

સુરેન્દ્રનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવાનની વઢવાણ પોલીસમાં 5 સામે ફરિયાદ

વઢવાણમાં રહેતા 2 બાળકનો પિતાએ મોરબીમાં સાસરિયાઓ સહિત 5 શખસ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પત્નીને સાથે રહેવા નહીં દઇને યુવાનને મારી નાખવાની ધમકી અપાતી હોવાનું જણાવ્યું હતું.

વઢવાણ નવાદરવાજા બહાર વણકરવાસ પંડ્યા શેરીમાં રહેતા અજયકુમાર મણીલાલ જોષીના 222-6-2014માં મોરબી ખાતે જ્ઞાતિના રિતરિવાજ મુજબ પૂજા જેરામભાઈ રાબડિયા સાથે થયા હતા. બંને બાળક તેની મા સાથે હાલ 2 વર્ષથી મોરબીમાં રહે છે. પરંતુ પત્ની સાથે ન રહેવા દેવા તેમજ બાળકોને પણ મળવા ન દેતા અને પોતાની પત્ની જેમ જ મોરબીના રાજુ રબારી રાખતા અને મારી નાખવાની ધમકી અપાતા અજયકુમારે વઢવાણ પોલીસ મથકે 2 મહિલા સહિત 5 શખસ સામે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે મોરબી નવલખી રોડ નવી નીલકંઠ સોસાયટી વિસ્તારમાં રહેતા પત્ની પૂજાબેન રાબડિયા, સસરા જેરામભાઈ રાબડિયા, સાસુ રમાબેન રાબડિયા, સાળો નરેશભાઈ રબાડિયા, મોરબીના રાજુ રબારી તેમજ લગ્નનો સંબંધ કરાવનાર શાંતિવન સોસાયટી આરકલી રોડ મોરબીના ધરમદાસ રાબડિયા સામે ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ પ્રદીપકુમાર કે. રતન ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...