તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
31 ડિસેમ્બરને ધ્યાને લઇ પોલીસે શહેરમાં પેટ્રોલીંગ વધારી દીધુ છે. ત્યારે જોરાવરનગર પોલીસે સોમવારે વહેલી સવારે સાયલાથી સુરેન્દ્રનગરમાં ઠલવાતા 550 લીટર દેશી દારૂ સાથે બે શખ્સોને પકડી લીધા હતા. આ બનાવમાં દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધી રૂપિયા 2.19 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.
પોલીસે સોમવારે સવારે રાજકોટ હાઇવે પરા મૂળી તરફથી આવતી સફેદ કાર કાર રોકતા તેમાંથી ફીરોઝ ઉર્ફે મુન્નો અબ્દુલભાઇ સીપાઇ અને હબીબભાઇ જુમાભાઇ જામ દેશી દારૂ 550 લીટર કિંમત 11 હજાર, 2 લાખની કાર, 2 મોબાઇલ ફોન કિંમત રૂપિયા 5500, રોકડા 3150 મળી કુલ રૂપિયા 2,19,650 સાથે પકડાયા હતા. આ દારૂ સાયલાના પ્રતાપભાઇ મોકલ્યો હોવાનું અને સુધારા પ્લોટમાં રહેતા અમીનાબેન સુલેમાનભાઇ માણેકે મંગાવ્યો હોવાથી ચારેય સામે ગુનો નોંધી વધુ તપાસ હેમદીપ મારવણીયા ચલાવી રહ્યા છે.
ચોરવીરા ગામે મકાનમાંથી 120 બોટલ દારૂ ઝડપાયો પણ આરોપી ભાગી છૂટ્યો
ચોરવીરા (થાન)માં રહેતા દલસુખ ઉર્ફે બગલી મનજીભાઇ માથાસુરીયા વિદેશી દારૂ વેચાતો હોવાની બાતમીને આધારે દરોડો કરતાં દલસુખભાઇ હાજર મળી આવ્યો ન હતો. પરંતુ ઘરના ફળીયાના પાણીના ટાંકા પાસેથી દારૂની 120 બોટલ કિંમત 42,000, બીયરના ટીન 1680 ટીન રૂપિયા 1,68,000 મળી 2,10,500નો મુદ્દામાલ કબજે લઇ ગુનો નોંધાયો છે.
સુરેન્દ્રનગરથી પીધેલા પકડાયેલા સામે ગુનો
સુરેન્દ્રનગર મોરબીના પુલ પાસેથી સંજય મહેન્દ્ર સોલંકી, જયેશ મનુ શુકલ, ખાટકી વાડ પાસેથી નિલેશ ઉર્ફ કાલી ઇશ્વર પાટડીયા, કૃષ્ણનગરમાંથી ધર્મજીત હરેશ રાઠોડ, દાળમીલ રોડ પરથી રમેશ વાલજી વાઘેલા, લક્ષ્મીપરામાંથી સોહીલ ઉર્ફે વાંઢી મહેબુબ કુરેશી, અંધ વિદ્યાલય પાસેથી લક્ષ્મણ માનસીંગ મારવાડી, સીધ્ધનાથ સોસાયટીમાંથી મહેશ ઉર્ફે ભોલો ગોવિંદ કમેઝળીયા, બાલાશ્રમ પાસેથી કેતન બળવંતરાય ભટ્ટ, ખેરાળીમાંથી જનક વાલજી શીહોરા દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.