મોરબીના હળવદ શહેરમાં દિવાળીના તહેવાર પૂર્વે જ હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો છે. આજે ગુરૂવારે એક જ દિવસમાં હડકાયા કુતરાએ 23 લોકોને બચકાં ભરી લેતા શહેરમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ સુવિધા વગરની હળવદ હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી ન હોવાથી ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટેના ઇન્જેક્શન માટે મોરબી તેમજ સુરેન્દ્રનગર દોડવું પડ્યું હતું.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આજે ગુરૂવારે હળવદ શહેરના ધ્રાંગધ્રા દરવાજા વિસ્તારમાં હડકાયા કૂતરાએ રીતસરનો આતંક મચાવી એક પછી એક 23 લોકોને બચકાં ભરી લીધા હતા. જેને લઈ આ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ લોકોમાં નાસભાગ મચી હતી.
હળવદ સરકારી હોસ્પિટલમાં દશેરે જ ઘોડું ન દોડે ઉક્તિ મુજબ હડકવા વિરોધી રસીનો સ્ટોક જ ઉપલબ્ધ ન હોય મોટા પ્રમાણમાં સારવાર માટે હોસ્પિટલ આવેલા લોકોને મોરબી અને સુરેન્દ્રનગર તરફ દોટ મુકવી પડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.