સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ખેરાળી અને માળોદ ગામ વચ્ચેથી પસાર થતી નર્મદાની કેનાલમાં બાઈક સાથે 60 વર્ષના આધેડ પડતાં દોડધામ મચી જવા પામી હતી. ઘટનાને પગલે આસપાસના લોકોએ પાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરતા ટીમે ઘટના સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરી હતી.
સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ખેરાળી અને માળોદ ગામ વચ્ચેથી પસાર થતી નર્મદાની કેનાલમાં બાઈક સાથે 60 વર્ષના આધેડ વિઠલભાઈ પટેલ પડતાં દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકોએ પાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરતા ધટના સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરી હતી.
ફાયર ફાયટરની ટીમની બેથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ બાઈકને કેનાલમાં બહાર કાઢ્યું. જ્યારે ડૂબેલા આધેડનો કોઇ પતો ન મળતાં તેમની શોધખોળ ચાલુ છે. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.