તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કર્મચારીઓમાં ફફડાટ:સુરેન્દ્રનગરની જિલ્લા કલેક્ટર કચેરીમાં ઝેરી સાપ નીકળતા દોડધામ મચી, સાપનું રેસ્કયૂ કરાયુ

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચેરીની લોબીમાં ઝેરી સાપ નીકળતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો
  • વન્ય જીવપ્રેમીએ ભારે જહેમત બાદ સાપનું રેસ્કયૂ કરતા સરકારી કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી કંપાઉન્ડમાં આવેલી મુખ્ય તીજોરી કચેરીની લોબીમાં અચાનક ઝેરી સાપ નીકળ્યો હતો. જેથી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો. જેની જાણ વન્ય જીવ પ્રેમીને કરવામાં આવતા તેઓએ ધટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ સાપનું રેસ્કયૂ કર્યુ હતું. સાપ પકડાઈ જતા કર્મચારીઓએ રાહત અનુભવી હતી.

ઝેરી સાપ 5 ફુટ લાંબો હતો
ચોમાસાની સીઝનમાં સરીસૃપ પ્રકારના પ્રાણી દરમાંથી અવાર-નવાર બહાર આવતા જોવા મળે છે. ત્યારે સુરેન્દ્રનગરની કલેક્ટર કચેરીમાં બુધવારના રોજ કચેરીના કમ્પાઉન્ડમાં આવેલી મુખ્ય તીજોરી કચેરીની લોબીમાં 5 ફુટ લાંબો સાપ જોવા મળતા કર્મચારીઓ અને અરજદારોમાં દોડધામ મચી હતી.

સાપને સુરક્ષીત છોડી મુકવામા આવ્યો
આ અંગે સાપનું રેસ્ક્યૂ કરનારા મુન્નાભાઇ કાસમભાઇ ડોડીયાને સંપર્ક કરી બોલાવાયા હતા. તેઓએ કલેક્ટર કચેરીમાંથી સાપ શોધી કાઢી રેસ્કયૂ કર્યુ હતું. જેની તપાસમાં આ સાપ ઝેરી પ્રકારનો અને કોબ્રા સાપ હોવાનું માલુમ પડ્યુ હતુ. આ પકડાયેલા સાપને સીમ વિસ્તારમાં સુરક્ષીત છોડી મુકવામા આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...