તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:કારણ વગર અરજી પેન્ડિંગ ન રાખવી, સમય મર્યાદામાં નિકાલ કરો: કલેક્ટર

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વઢવાણ મામલતદાર કચેરીએ આવેલા જનસેવા કેન્દ્ર પર કલેક્ટર અરજદારોને મળી તેમના અભિપ્રાય લીધા હતા. - Divya Bhaskar
વઢવાણ મામલતદાર કચેરીએ આવેલા જનસેવા કેન્દ્ર પર કલેક્ટર અરજદારોને મળી તેમના અભિપ્રાય લીધા હતા.
  • જિલ્લા કલેક્ટરે વઢવાણ મામલતદાર કચેરીની ઓફિસોની ઓચિંતી મુલાકાત લીધી, જનસેવા કેન્દ્રે અરજદારોને મળ્યા

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે કોવિડ સેન્ટર અને કલેક્ટર કચેરી આસપાસ બાદ વઢવાણની કચેરીઓની ઓચિંતી મુલાકાત લીધી હતી. જ્યાં જનસેવા કેન્દ્ર પરના અરજદારોને મળી અભિપ્રાય જાણ્યા હતા. જ્યારે કચેરીઓના દફતર તપાસણી કરી અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ કરવા અને કોઇ અરજી કારણવગર પેન્ડિંગ ન રાખવા સૂચન કર્યાં હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર એ.કે.ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી ડો.એન.કે.ગવ્હાણેએ ચાર્જ સંભાળ્યો છે. ત્યારે જિલ્લાની કચેરીઓમાં અરજદારોની સમસ્યા અને તંત્રની કામગીરી જોવા કોવિડ સેન્ટર અને કલેક્ટર કચેરી આસપાસની કચેરીની મુલાકાત લીધી હતી.

ત્યારે વઢવાણની કચેરીઓમાં અરજદારોને હાલાકી અંગે બુમરાડો હોવાથી વઢવાણની ઓચિંતી મુલાકાત લેતા કર્મચારીઓમાં દોડધામ મચી હતી. જેમાં પ્રથમ મામલતદાર કચેરી વઢવાણમાં જમીન, રેવન્યુ ક્લાર્ક તથા સર્કલ ઓફિસરની દફતર ફાઇલો તપાસ કરી હતી. ત્યારબાદ મામલતદાર કચેરી વઢવાણ જનસેવા કેન્દ્રની મુલાકાત લઇ ત્યાં અરજદારોને મળી સમસ્યા જાણી અભિપ્રાય લઇ તેમની સગવડતા સાચવવા સમયસર દાખલા મળી રહે તેની સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...