શાળા શરૂ:દિવાળી વેકેશન પૂરું, આજથી સુ.નગર જિલ્લાની 1144 શાળામાં અભ્યાસ શરૂ

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

સત્રાંત પરીક્ષા બાદ શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા દિવાળીના વેકેશનની જાહેરાત કરવામાં આવી હતી. જેના પરિપત્ર મુજબ તા.20 ઓક્ટોબરથી 9 નવેમ્બર સુધી વેકેશન હતુ.આમ જિલ્લાની શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન બાદ આજથી શાળા શરૂ થશે.

જીલ્લામાં 18-11-2022 સુધી ધો.3 થી8 અને ધો.9થી 12ની પરીક્ષાઓ લેવાઈ હતી.ત્યારબાદ શિક્ષણ વિભાગ દ્વારા દિવાળીના વેકેશનની તારીખો જાહેર કરવામાં આવ્યું હતું. આથી તા.20-10-2022થી 9-11-2022 સુધી કુલ 21 દિવસનું દિવાળી વેકેશન નક્કી કરાયું હતું.

આમ વેકેશન પુર્ણ થતા આજે ગુરૂવારથી જિલ્લાની 859 સરકારી અને ખાનગી, ગ્રાન્ટેડ સહિતની કુલ 1144 શાળામાં આગામી દિવાળીનું વેકેશન પુર્ણ જાહેર કરવા પ્રાથમિક શિક્ષણ નિયામક ગાંધીનગર જિલ્લાના શિક્ષણાધિકારીઓને સૂચના અપાઇ છે. જ્યારે ગ્રાન્ટેડ, સ્વનિર્ભર શાળાઓમાં પણ જાણ કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...