તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મન્ડે પોઝિટિવ:લોકડાઉનથી અત્યાર સુધી એક પણ રજા ભોગવ્યા વિના હોમ ટુ હોમ કામગીરી કરતા દિવ્યાંગ આરોગ્ય કાર્યકર

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યે દિવ્યાંગ કર્મીનું કોરોના વોરિયર્સ તરીકે બહુમાન કર્યું

સુરેન્દ્રનગર શહેરના નવા 80 ફૂટ રોડ પર આવેલી નવકાર-3ની સોસાયટીમાં રહેતા ગૌરીબેન જ્યારે 8થી 9 માસના હતા ત્યારે અચાનક તાવ આવ્યો હતો. આ તાવની બિમારીમાં તેઓને શરીરના ડાબા હાથે ખોટ થઇ જતા તેઓ દિવ્યાંગ બન્યા હતા. હાલ લખતર તાલુકાના વણા પીએચસીના સબ સેન્ટર ઝમર ગામે દિવ્યાંગ આરોગ્ય કાર્યકર ANM ફીમેલ હેલ્થવર્કર તરીકે 12 વર્ષથી ફરજ બજાવતા ગૌરીબેન કુબેરભાઇ મકવાણા જેઓ કોવિડ 19ના પ્રથમ લોકડાઉનથી માંડીને આજદિવસ સુધી એકપણ રજા ભોગવ્યાં વિના હોમ ટુ હોમ કામગીરી કરી ગ્રામજનોને માર્ગદર્શન અને સેવા આપી રહ્યાં છે. જેઓ દ્વારા વણા પીએચસી 1,2,3,4માં સૌપ્રથમ ધાણદ ગામે 100 ટકા રસીકરણની કામગીરી કરી.

તેવી રીતે લખતર 1,2,3,4 સીએચસી, પીએચસી વણા, તલસાણા પીએચસી, ભડવાણા પીએચસીમાં તા. 6-3-2021થી આજદિન સુધી કુલ 2500 લાભાર્થીઓને કોરોનાની રસી મૂકી છે. તેઓની ફરજ પ્રત્યેની કર્તવ્ય પરાયણતાના લીધે તા 23-7-2021ના રોજ ઝમર ખાતે દસાડા-લખતર-લીંબડીના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી દ્વારા તેમનું કોરોના વોરિયર્સ તરીકે બહુમાન કર્યું હતું તે દિવસે 114 લાભાર્થીઓનુ રસીકરણ કર્યું હતું.

શરૂઆતમાં ગ્રામજનોને રસી અંગે ભય જોવા મળતો હતો. પણ ગ્રામજનોના સહકારથી ડોર ટુ ડોર જઈને લોકોને સમજાવી રસીકરણની કામગીરી કરી. દિવ્યાંગ હોવા છતાં સતત કાર્યરત રહી સૌને પ્રેરણા મળે તેવું કામ કર્યું હતું. તેમનો આ વારસો તેમના મોટા પુત્ર કિરણ વાણીયા જેઓ મેડિકલના બીજા વર્ષમાં રાજકોટ અભ્યાસ કરે છે. જેને બીજા વેવમાં જામકડોરણા ખાતે 20 દિવસ કોરોના વોર્ડમાં દરિદ્ર નારાયણની સેવા કરી જે બદલ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા દ્વારા સન્માનપત્ર અને સિલ્ડ આપી કરવામાં આવ્યું હતું.

બીજા વેવમાં સંક્રમિત થયા છતાં જનસેવામાં જોડાયા
કોરોનાના બીજા વેવમાં ગૌરીબેન સેવા કરતા કોરોના સંક્રમિત થયા હતા છતાય દર્દીઓને ફોન પર માર્ગદર્શન આપી સાજા થયાના બીજા દિવસે ફરજ પર હાજર થઈ જનસેવામાં જોડાઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...