વઢવાણ શહેરમાં પ્રેમલગ્ન બાદ એક દંપતીને 2 વર્ષ પહેલા ઝઘડો થતા એક સંતાન હોવા છતાં છૂટેછાડ લઇ લીધા હતા. પરંતુ આ દંપતીને વઢવાણમાં જ 3 મહિના પછી મુલાકાત થતા અને સમગ્ર મામલો જિલ્લાની નારી અદાલતમાં જતા તેનું સુખદ સમાધાન સાથે કોર્ટમાં લગ્ન બાદ બંનેના પુન:લગ્ન થતા નારી અદાલતમાં ફૂલહાર કરાયો હતો.
વઢવાણ શહેરમાં જ્યોતિબેન અને પ્રકાશભાઈ (બંનેના નામ બદલે છે)ના અંદાજે 7 વર્ષ પહેલા પ્રેમલગ્ન થયા હતા. લગ્નગાળા દરમિયાન આ દંપતીને સંતાનમાં એક બાબો છે. પરંતુ બે વર્ષ અગાઉ પતિ-પત્ની દ્વારા અણબનાવ ઊભો થતા પત્ની અને સંતાનને કાઢી મૂક્યા હતા. આથી પત્નીએ કોર્ટ દ્વારા છૂટાછેડા કર્યા હતા. પરંતુ અચાનક 3 મહિના પછી પતિ-પત્નીની મુલાકાત થતા પતિ તેની પત્નીને સાસરી લઇ ગયો હતો. બંને 2 મહિના લગ્ન વગર સાથે રહ્યા હતા. ત્યાર પછી પાછી બોલાચાલી થતા પત્ની પિયરમાં આવી ગઇ અને નારી અદાલતની મુલાકાત લઇ પત્ની નક્કી કર્યું કે મારે છોકરો નથી મૂકવો મારે તે ઘરે જ જવું છે અને પુન- લગ્ન કરવાનું વિચાર્યું હતું.
બંનેની નારી અદાલતમાં 2 વાર મીટિંગ સાથે માત્ર 3 દિવસમાં જ બંને વચ્ચે સમજૂતી સાથે સુખદ સમાધાન કરાયું હતું. ત્યારબાદ કોર્ટમાં બંનેના લગ્ન કરી સુરેન્દ્રનગરની નારી અદાલતમાં ફૂલહાર કરવામાં આવ્યા હતા. જિલ્લા કોઓર્ડિનેટર પરમાર પુષ્પાબેન કે., તાલુકા કોઓર્ડિનેટર વાઘેલા માધુરીબેન આર. તેમજ તાલુકાની ક્ષમતા કમિટીની બહેનોના માર્ગદર્શન હેઠળ કેસનું સમાધાન થયું હતું. જયોતિબેનને અને પ્રકાશભાઈએ જણાવ્યું કે, આ અદાલત સૂંપર્ણ ન્યાયિક અને ઉપયોગ તેમજ સારી ઉત્તમ સમાજ વ્યવસ્થા છે.
પતિના અફેરની પત્નીને ખબર પડી
આ કેસમાં અગાઉ પણ પતિ-પત્નીએ પ્રેમલગ્ન કરેલા હતા. તેમાં પતિને બીજી સ્ત્રી સાથે અફેર હતું. આથી પત્નીને જાણ થતા તેને ઝઘડો કરી અને છૂટાછેડા લીધા હતા. હકીક્ત જાણી અને તેને સાચીવાતની જાણ થતા બંને પતિ-પત્ની એક થવાનું વિચારી ફરી પુન:લગ્ન કરવાનું કરી પાછા પ્રેમમાં મળી ગયા હતા. અને પોતાનો સંસાર ફરી નવી જીંદગીથી શરૂ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.