રજૂઆત:થાન પીજીવીસીએલ પેટા વિભાગીય કચેરીનું વિભાજન GSO-4ના નિયમન અનુસાર કરાવો

થાન5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાંચાળ સિરામિક એસોસિયેશને ઊર્જામંત્રીને લેખિત રજૂઆત સાથે માગ કરી

થાનગઢ પાંચાળ સિરામિક એસોસોસિયેશન દ્વારા ઉર્જા મંત્રીને લેખિત રજૂઆત કરાઈ હતી. જેમાં થાના પીજીવીસીએલના પેટા વિભાગીય કચેરીને વધુ ભારણના લીધે પ્રશ્નો ઉદભવતા આર્થિક નુકસાન થાય છે. આથી થાન પીજીવીસીએલ પેટા વિભાગીય કચેરીનું વિભાજન જીએસઓ-4ના નિયમ અનુસાર કરવા માગ કરી હતી. વિભાગીય કચેરી હાલ શહેરી, ગ્રામ્ય અને ઔદ્યોગિક વિસ્તારને વીજ પુરવઠો પૂરો પાડતી હોવાથી ભારણના કારણે ઉદ્યોગોને વીજ અંગે પ્રશ્નો સર્જાતા આર્થિક નુકસાન થાય છે.

આથી થાન પાંચાળ સિરામિક એસોસિયેશનના પ્રમુખ સુરેશભાઇ સોમપુરા, નાનજીભાઇ પટેલ, શાંતીલાલ પટેલ, ઇશ્વરભાઇ પ્રજાપતિ, નીતીનભાઇ શાહ, દીનુભાઇ ભગતે પાલિકા પુર્વ પ્રમુખ વિજય ભગતને સાથે રાખી રાજ્ય ઉર્જામંત્રી કનુભાઇ દેસાઇને રજૂઆત કરી કે થાન પેટાવિભાગ કચેરી શહેર, ગ્રામ્ય, અને ઔધોગીક વિસ્તારને વીજવપરાશ પૂરો પાડતું સબ ડિવિઝન છે. જેમાં જિલ્લાની તમામ કચેરીઓ કરતા રેવન્યુ રિકવરીમાં પ્રથમ આવી માસિક કરોડોની આવક ધરાવતું સબ ડિવિઝન છે. તેમાં સિરામિક ઉદ્યોગને ઘણા એચટી વીજ જોડાણો છે.

થાનગઢની અંદર દિવસની 8થી 10 ટરીપીગ આવે છે જ્યારે 7થી 8 બંધ થાય છે. આથી રોજ એક ઉદ્યોગનેે 7થી8 હજારનું નુકસાન આવે છે. આથી ડિવિઝનમાંથી અલગ એક બીજુ ડિવિઝન બનાવવાની માગણી છે. આથી થાન પેટાવિભાગીય કચેરીનું થાન શહેરી અને ગ્રામ્ય એમ 2 સબ ડિવિઝનમાં વિભાજન થાય તો આ તકલીફનું કાયમી નિરાકરણ આવી શકે છે. આ અંગે થાનગઢ એન્જિનિયર દિનેશભાઈ દૂધરેજીયાએ જણાવ્યું કે થાનગઢની સમસ્યાને રજૂઆત મળી છે જેને ફાઇલ કરી એક સ્પતાહમાં હેડ ઓફિસ ગાંધીનગર પહોંચાડવા આદેશ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...