તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:બાળા સીમમાંથી પસાર થતી હેવી વીજલાઇન ડાયવર્ટ કરો- ખેડૂતો

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના બાળા ગામની સીમમાંથી હેવી વીજલાઇન નાંખવાની કામગીરી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઇ છે. બાવળા સીમમાં આવેલા ખેતરોમાંથી 765 કેવીની હેવી વીજલાઇન નાંખવાની કામગીરી શરૂ કરવામાં આવતા ખેડૂતો કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવા દોડી આવ્યા હતા. જ્યાં હર્ષદભાઇ વ્યાસ, રમણીકભાઇ રૂપાભાઇ, ભુપતભાઇ સુરાભાઇ સહીતનાઓએ રજૂઆત કરતા જણાવ્યું કે વીજપોલ ઉભા કરવાની કામગીરી ખેડૂતોને કોઇ જ પ્રકારની લેખીત જાણ કરવામાં આવી નથી.

તેમજ ખેતરોની વચ્ચે વીજપોલ ઉભા કરવાથી ખેતમજૂરો કામ કરવા તૈયાર નથી અને ખેતર વેચવા સમયે કોઇ ખરીદનાર મળતા નથી આથી ખેડૂતોની આજીવીકાનું સાધન બિનઉપયોગી બનતા ખુબ જ આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે તેવી શક્યતા છે. આથી ખેડૂતોને કે તેમના વારસદારોને વીજપોલ ઉભા કરવા બાબતે અમુક ચોક્કસ ભાડુ ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી. તેમજ હાલ વીજલાઇન અણીન્દ્રાથી દેદાદરા ગામ તરફથી નીકળે છે તેના બદલે મેઇન રોડ ટચ ડાયવર્ટ કરી દેવામાં આવે તો તમામ ખેડૂતોનો પ્રશ્ન હલ થઇ જાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો