તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વરસાદ ખેંચાતા ખેડૂતો પરેશાન, હળવદમાં સાત ગામમાં ખેડૂતોએ પાણી આપવાની માગ કરી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વરસાદ ખેંચાતા ખેડૂતો પરેશાન, હળવદમાં સાત ગામમાં ખેડૂતોએ પાણી આપવાની માગ કરી - Divya Bhaskar
વરસાદ ખેંચાતા ખેડૂતો પરેશાન, હળવદમાં સાત ગામમાં ખેડૂતોએ પાણી આપવાની માગ કરી
  • જો સમયસર પાણ મળી જાય તો મહામુલો પાક બચી જાય

હળવદ તાલુકાના સાત ગામના ખેડૂતોએ બ્રાહ્મણી-2 ડેમ હેઠળની કેનાલમાંથી પાણી આપવા માટે માંગ ઉઠાવી છે. જેને લઇ ગતરાત્રીના ધનાળા ગામના પાટિયા પાસે 200થી વધુ ખેડૂતોએ એકઠા થઇ નર્મદા નહેરના અધિકારીઓને રજૂઆત કરી હતી.

વરસાદ ખેંચાતા જગતનો તાત મુંઝવણમાં મુકાયો છે અને મહામુલા પાકને બચાવવા ખેડૂતો કાકલુદી ભરી રજૂઆતો કરી રહ્યા છે ત્યારે હળવદ તાલુકાના ધનાળા,મયુરનગર,જુના દેવળીયા,નવા દેવળીયા, પ્રતાપગઢ,ધુળકોટ,ઘનશ્યામનગર સહિતના ગામોના ખેડૂતોને પાછલા ૧૫ દિવસથી પાણી નહીં મળતા ધનાળા ગામના પાટિયા પાસે એકઠા થઈ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલાને સાથે રાખી નર્મદા કેનાલના અધિકારીઓ સુધી વાત પહોંચાડવા રજૂઆત કરાઈ હતી.

વધુમાં ખેડૂતો જણાવી રહ્યા છે કે હાલ કપાસ અને મગફળીનો પાક સારો છે જો સમયસર બે પાણી પીવડાવવામાં આવે તો અમારો પાક બચી શકે તેમ છે જેથી વહેલી તકે પાણી આપવામાં આવે તે જરૂરી હોવાનું જણાવી સરકાર ખેડૂતો પ્રત્યે રહેમ રાખે તેવી માંગ ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...