મહિલાઓ રણચંડી બની:હળવદના કીડી ગામે પાણી વિતરણમાં ધાંધિયાથી પરેશાની, સરપંચના ઘરે બેડા સાથે ધમાલ

મોરબી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદના કીડી ગામે પાણી વિતરણમાં ધાંધિયાથી પરેશાની, સરપંચના ઘરે બેડા સાથે ધમાલ - Divya Bhaskar
હળવદના કીડી ગામે પાણી વિતરણમાં ધાંધિયાથી પરેશાની, સરપંચના ઘરે બેડા સાથે ધમાલ
  • છેલ્લા એક મહિનાથી નવા કીડી અને જૂના કીડી ગામમાં ગ્રામ પંચાયત નિયમિત પાણી ન આપતી હોય મહિલાઓએ શક્તિ સ્વરૂપ બતાવ્યું

હળવદના રણકાંઠાના ગામોમાં હાલ પાણીની ભંયકર સમસ્યા સર્જાય છે. રણકાંઠાના છેવાડાના લોકો પાણીની એક એક બુંદ માટે તરસી રહ્યા છે. ત્યારે હળવદના કીડી ગામે છેલ્લા એક મહિનાથી પાણી ન આવતા રોજ રોજ પાણીની હાડમારી ભોગવતી મહિલાઓની ધીરજ ખૂટી ગઈ હતી અને મહિલાઓએ બેડા સરઘસ કાઢીને સરપંચ સમક્ષ પાણી આપોનો પોકાર કરી ઉગ્ર રજુઆત કરી હતી.

કીડી ગામમાં એક મહિનાથી પાણીની સમસ્યાહળવદ તાલુકાના રણકાંઠાના છેવાડાના ગામ કીડીમાં રહેતા લોકો છેલ્લા એક મહિનાથી પાણી વગર વલખા મારી રહ્યા છે. આ કીડી ગામમાં છેલ્લા એક મહિનાથી પાણીના સાસા સર્જાયાં છે. છેલ્લા એક મહિનાથી પાણી ન આવતું હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ગામની મહિલાઓને એક બેડા પાણી માટે દૂર દૂર સુધી ભટકવું પડે છે. તેમ છતાં જવાબદાર તંત્રની ઉંઘ ઊડતી નથી. પાણીની રોજ રોજની મુશ્કેલીથી કંટાળી ગયેલી મહિલાઓ આજે વિફરી હતી અને ગામની મોટી સંખ્યામાં મહિલાઓએ બેડા સરઘસ કાઢ્યું હતું અને બેડા સાથે પાણી આપોનો પોકાર કરી ગામના સરપંચ પાસે જઈને ઉગ્ર રજુઆત કરી હતી.

નર્મદા કેનાલ બંધ હોવાથી પાણીની સમસ્યા સર્જાઈઅત્રે ઉલ્લેખનીય છે કે, હળવદના રણકાંઠાના ગામોમાં પાણી વિતરણમાં ભારે ધાંધિયા થઈ રહ્યા છે. જેમાં હળવદ પંથકમાંથી પસાર થતી નર્મદા કેનાલો હાલ બંધ હોવાથી આ રણકાંઠાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાય છે. જે બોરથી પાણી વિતરણ કરવામાં આવે છે. તેમાં પણ અનિયમિતતા હોવાથી રણકાંઠાના વિસ્તારના લોકો પાણી વગર ભારે યાતના ભોગવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...