હાલાકી:સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લાના માર્ગો બિસ્માર

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
25 કિ.મી રસ્તા પર ઠેરઠેર ખાડાઓથી વાહનચાલકોમાં અકસ્માતનો ભય - Divya Bhaskar
25 કિ.મી રસ્તા પર ઠેરઠેર ખાડાઓથી વાહનચાલકોમાં અકસ્માતનો ભય
  • શહેરના હેન્ડલુમથી સોનાપુરી તરફ જવાના અતિબિસ્માર રસ્તા પર સળીયા બહાર આવી ગયા
  • વઢવાણથી ફુલગ્રામના માર્ગનું રિપેરિંગ કરવા માંગ, લખતરના ભાસ્કરપરા નજીક પુલ ખખડધજ

સુરેન્દ્રનગરના હેન્ડલુમથી સોનાપુરી તરફ જવાનો રસ્તો અતિ બિસ્માર બની જતા નાનામોટા ખાડા ખડીયા ઉપરાતં સીસીરોડ પરના સળીયા બહાર આવી ગયા છે. આ રસ્તાપરથી સુરેન્દ્રનગર જોરાવરનગર અવરજવર કરવા અનેક લોકો નાના મોટા વાહન લઇ પસાર થતા હોવાથી આ સળીયાને લઇ ગંભીર અકસ્માત થવાની ભીતી હોવાથી વહેલી તકે યોગ્ય કરવા લોકમાંગ ઉઠી છે.સુરેન્દ્રનગર શહેરના વિવિધ માર્ગો પર ખાડા રાજને લઇ શહેરની જનતાને અવારનવાર પરેશાન થવાનો વારો આવતો હોય છે. ત્યારે શહેરની મધ્યે આવેલ હેન્ડલુમથી સોનાપુરી તરફ જવાનો રસ્તો ચોમાસાબાદ ધોવાઇ અતિબિસ્માર બની જતા ઠેરઠેરનાનામોટા ખાડા પડી જવા ઉપરાંત રસ્તા પરના સળીયા બહાર આવી ગયા છે.

આ રસ્તા મંદિર, પીજીવીસીએલ કચેરી, મહેતા માર્કેટ, સ્મશાન, આંબેડકરનગર સહિત આવેલ હોવા ઉપરાંત લોકો રીવરફ્રન્ટ રસ્તે જવા તથા જોરાવરનગરથી સુરેન્દ્રનગર અવર જવર કરવા પણ લોકો ઉપયોગ કરતા હોવાથી અસ્માતનો ભય રહે છે.આ અંગે સમીરભાઇ, હિરેનભાઇ, અંકિતભાઇ, પિયુષભાઇ સહિતનાઓએ જણાવ્યુ કે મહેતા માર્કેટમાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો હટાણુ કરવા આવતા હોય છે જ્યારે માર્કેટમાં માલસામાન મુકવા ભારે વાહનોની પણ અવર જવર રહેતી હોવાથી જો આ સળીયાને લઇ ગંભીર અકસ્માત સર્જાવાની ભીતી રહેતી હોવાથી લોકહીતમાં રસ્તો યોગ્ય બનાવવો જરૂરી બન્યુ છે.

25 કિ.મી રસ્તા પર ઠેરઠેર ખાડાઓથી વાહનચાલકોમાં અકસ્માતનો ભય
વઢવાણ-ફુલગ્રામ રસ્તો હાલ ઠેરઠેર બિસ્માર બનતા કિશોરભાઇ પટેલ, નીલેશભાઇ સહિતનાઓએ જણાવ્યુ કે, ખોલડિયાદ, માળોદ વચ્ચે ઠેરઠેર ખાડાઓ છે. આ અંગે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ધારાસભ્યને રજૂઆત બાદ જાગે તે જરૂરી છે. નહીંતો આગામી સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ગામડાઓમાં રસ્તા, પાણી, રસ્તા અને ગંદકીના પ્રશ્નો ઉભા થશે.

આરસીસી વર્ક તૂટી ગયુ છે.
આરસીસી વર્ક તૂટી ગયુ છે.

લખતર-વિરમગામ રોડ પરના પુલની યોગ્ય મરામત ન થતી હોવાની રાવ
લખતર -વિરમગામ સ્ટેટ હાઇવે ઉપર ભાસ્કરપરા નજીક વર્ષ -2011માં બનેલો પુલ અનેક વખત રિપેર કરાયો છે. તો તેના ઉપર ડામર પણ અવારનવાર પાથરવામાં આવેલો હોવા છતાં તેની યોગ્ય મરામત ન થઈ હોવાની લોકોમાં રાવ ઉઠી છે. ફરી એકવાર આ પુલની વચ્ચે જ નાંખવામાં આવેલી એંગલો પણ બહાર આવી ગઈ અને આરસીસી વર્ક પણ તૂટી ગયુ છે.

અન્ય સમાચારો પણ છે...