ઝાલાવાડી કચેરીયાનું મહત્વ:જિલ્લાવાસીઓ 5.40 કરોડથી વધુનું કચરિયું આરોગે છે

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝાલાવાડી દેશી ઘાણીના કચરિયાની ટેસ્ટનો ચશકો વિદેશ સુધી પહોંચ્યો

સુરેન્દ્રનગરમાં બનતા ઝાલાવાડી કચેરીયાની દેશ વિદેશમાં માંગ રહે છે.આથી અહીંથી અન્ય રાજ્યો અને વિદેશ રહેવા ગયેલા ઝાલા ાડીઓ પણ તલના કચેરીયાનો સ્વાદ ત્યાં મંગાવી માણે છે.નવેમ્બર માસથી જિલ્લાના 500થી વધુ કારીગરો તલ પીલવાનું કામ કરી વેચાણ કરતા હોય છે.જેમાં વર્ષ અંદાજે 5.40 કરોડ જેટલાનું કચેરીયુ લોકો ખરીદતા હોય છે.જ્યારે કોરોના કાળદર મિયાન થોડી મંદી રહેતા આ વખત સારો વેપાર થવાની આશ વેપારીઓને છે. ઝાલાવાડમાં શીયાળાની ઠંડીમાં વિવિધ પ્રકારના વાસણા આરોગી ઠંડી સામે રક્ષણ મેળવવા સાથે સ્વાસ્થય જાળવવાની પરંપરા રહી છે.

જેમાં જિલ્લામાં બનતુ દેશી ઘાણીનું ઝાલાવાડી કચેરીયાનું મહત્વ વધુ રહે છે. આગવો સ્વાદ ધરાવતુ આ કચેરીયુ બનવામાં પણ અલગ છે.મોટા ભાગે ધાણીઓમાં મશીનમાં તલ પીલવા માટે લોખંડના પીલણ યાનો ઉપયોગ થાય છે.પરંતુ દેશી ઝાલાવાડી કચેરીયામાં મશીનમાં પણ લાકડાના પીલણ યાનો ઉપયોગ થતા લાકડાથી તલ પીલાણ થતા લોખંડના પીલાણ કરતા કચરીયાનો ટેસ્ટ વધુ સારો આવે છે.જ્યારે ઝાલાવાડી કચેરીયામાં દેશી ગોળ પણ સ્વાદમાં વૃધ્ધી કરે છે.જિલ ્લામાં 500થી વધુ ઘાણીનું કામ કરતા કારીગરો નવેમ્બ રમાસથી કામે લાગી જાય છે જે ફેબ્રુઆરી માસ સુધી કચેરીયાનું પીલાણ અને વેચાણ કરે છે.

જિલ ્લામાં દર વર્ષે અંદો 5,40 કરોડથી વધુનુ કચેરીયુ જિલ્લા વાસીઓ આરોગી જાય છે.જ્યારે શહેરના જીનતાલ રોડ પર કચેરીયાની ઘાણીની રસ્તાપર સ્ટોલ લાગેલા જોવા મળી જાય છે.આ અંગે વર્ધમાન ગૃહ ઉધોગના સંદીપભાઇ પરમારે જણાવ્યુકે સંસ્થાના પ્રમુખ પન્નાબેન શુક્લના માર્ગદ ્શનમાં દર વર્ષ કચેરીયુ બનાવવાનું કામ શિયાળાના ચાર માસ ચાલે છે.

જેમાં 70થી 80 બહેનોને કામમળતા દરરોજ 400 રૂપીયા આવક મળે છે.ઝા ાવાડી કચેરીયુ સુરેન્દ્રનગર જિલ્લા સહિત જ્યાં જ્યાં સુરેન્દ્રનગર વાસીઓ વસે છે.ત્યાંથી પણ માંગ રહે છે જિલ્લાના રહીશો અન્ય રાજ્યોમાં વસે જેવાકે મુંબઇ, રાજસ્થાન સહિત આસપ સના રાજ્યોમાં માંગ રહે છે.જ્યારે જિલ્લામાં અમેરીકા, બ્રીટન, રશીયા સહિતના દેશોમાં રહેતા જિલ્લા વાસીઓ પણ ત્યાં કચેરીયુ મંગાવી સ્વાદ માણતા હોય છે.

આયુર્વેદમાં પણ તલના તેલનું મહત્ત્વ
આયુર્વેદ નિષ્ણાત વૈદ્ય ડૉ. અક્ષય રાવલે જણાવ્યું કે, તલ એ શક્તિ અને ઉર્જાનો ખજાનો . કાળા, સફેદ તલમાં આયુર્વેદમાં કાળાતલનું તેલ અમૃત સમાન ગણાય છે. હાડકા દુખાવામાં ગોળ સાથે, માખણ સાથે લેવાથી હરસમસામાં રાહત આપે. તેમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ કેન્સર ના સેલનો નાશ સાથે હૃદયની ધમનીઓનું પોષણ કરે છે. તલના તેલની માલીસથી શરીર મજબુત બને.

આ વર્ષે સારા વેપારની આશા
ગોપાલભાઈ, વિજયભાઈ નામના વેપારીએ જણાવ્યું કે, ગત વર્ષે 240 રૂપીયા ભાવ હતા જે આ વર્ષ પણ તેટલા જ છે. કોરોનામાં નુકશાન ગયુ પણ આ વર્ષ સારૂ વેચાણ થવાની આશા છે.

અન્ય સમાચારો પણ છે...