તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર, ડીડીઓ, ડેપ્યુટી ડીડીઓ બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પણ કોરોના સંક્રમિત

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા પંચાયતમાં કોરોનાની એંટ્રીથી ફફડાટ

મોરબી જિલ્લા પંચાયતમાં ડીડીઓ બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પણ કોરોના પોઝિટિવ આવતા જિલ્લા પંચાયતમાં સાવચેતીના પગલાં લઈ મુલાકાતીઓનું ટેમ્પરેચર માપવા સહિત ફરજીયાત માસ્ક અને સેનેટાઇઝરના ઉપયોગ સહિતની કામગીરી કડક હાથે અમલમાં મુકવામાં આવી છે.

મોરબી જિલ્લા પંચાયતમાં ડીડીઓ કોરોના સંક્રમિત થયા બાદ ડેપ્યુટી ડીડીઓ વસોયા પણ કોરોના સંક્રમિત્ત થયા છે. આ ઉપરાંત અન્ય બે કર્મચારીઓ જેમાં એક મહિલાકર્મી અને એક પુરુષકર્મીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા કચેરીના અન્ય કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. આ અગાઉ ગઈકાલે ગુરુવારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતભાઇ એમ. સોલંકીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

જો કે હવે જિલ્લા પંચાયત કચેરીમાં પ્રવેશતા મુલાકાતીઓનું સ્ક્રીનિંગ શરૂ કરાયું છે. ટેમ્પરેચર ચેકીંગ કરી સેનીટાઇઝરના ઉપયોગ બાદ મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવે છે. જે તમામના નામ-સરનામાં, મોબાઈલ નંબર સહિતનો રેકોર્ડ પણ રાખવામાં આવશે. આમ મોરબી જીલ્લા પંચાયત કચેરીમાં 3 અધિકારીઓ અને 2 કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા તકેદારીના પગલાંઓ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ફરજીયાત માસ્ક અને સેનેટાઇઝરના ઉપયોગની સાથે દો ગજકી દૂરીનો પણ ચૂસ્ત અમલ શરૂ કરાવવામાં આવ્યો છે.

પાટડી તાલુકામાં કોરોનાનો કહેરપાટડી પથંકમાં પણ કોરોનાની બીજી લહેરમાં છેલ્લા 3 દિ'માં જ કોરોના પોઝીટીવમા 10 કેસો સામે આવતા લોકોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે. જેમાં પાટડી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આંબુભાઇ સોલંકી સહિત કઠાડા પ્રાથમિક શાળાના એક શિક્ષક સહિત કુલ 10 લોકો કોરોના પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર ફરી સતર્ક બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો