ધરપકડ:જિલ્લા પોલીસે 7 દિવસમાં જુદા જુદા ગુનામાં ફરાર 23ને ઝડપ્યા

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશભાઇ દુધાતે જિલ્લામાં ગુના ખોરીપર નિયંત્રણ લાવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં ગુનો કર્યાબાદ ગુનાનો આરોપી નાસતો ફરતો રહે તેની ફરીયાદપક્ષ અને જનતામાં વિપરીત અસર પડતી હોવાનું ધ્યાને આવ્યુ હતુ. આથી જિલ્લામાં જુદાજુદા ગુનાઓમાં પેરોલ જમ્પ કરી ને ફરાર આરોપીઓને ઝડપી પાડવા સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કર્યુ હતુ.

તા.4 થી 10 જુન સાત દિવસ સુરેન્દ્રનગર, લીંબડી, ધ્રાંગધ્રા ત્રણેય ડિવિઝનની ટીમો બનાવી હતી.જેમાં સફળતા મળી હતી.જેમાં પેરોલ ફર્લો સ્કવોડે ચોટીલા પોલીસના 2011ના અપહરણ પોસ્કોના ગુનાનો, પાટડી પોલીસસ્ટેશનના 2014ના જમીન કૌભાંડ કેસનો અન્ય મળી કુલ 4 આરોપી તથા પેરોલ જમ્પનો 1 આરોપી ઝડપી પાડ્યો હતો.જ્યારે એલસીબી ટીમે-7, એસઓજી ટીમે પેરોલ જમ્પનો-1, થાન પોલીસે-2, ઝીંઝુવાડા પોલીસે-2, સાયલા, મુળી, ચોટીલા, ના નીમોલડી, ધ્રાંગધ્રા તાલુકા તથા સીટી ટીમે 1 એ એમ કુલ-21 નાસતા ફરતા આરોપી, પેરોલ જમ્પના -2 એમ કુલ-23 આરોપી ઝડપ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ, હીરા માથાસુરીયા, વિશાલ ઉર્ફે હનુમાન રાઠોડ, કાળુ ડાભી, કનેયાલાલ કોલ, ભરત રાઠોડ. અનિલ પરમાર, ખીમજી સોલંકી, દિવ્યરાજ સોની, મોઇન મલેક, અબ્દુલ ખોખર, નઇમ મલેક, મેલા કલોત્રા, ભૂપત પરાલીયા, અજય ઉર્ફે બાદશાહ , બચુ પોપટભાઇ સવિતા વીંછીયા, ભરત મેસવાણીયા, ચંન્દ્રેશ બાયલ, હરીચંદ્રસિંહ ઝાલા, મહેશસિંહ ઝાલા, સુભાષ ઉર્ફે સુભલો રાઠોડ, રફીક સંધી, મનહરસિંહ રવુભા ઝાલા ઝડપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...