આદેશ:જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ‘નો પાર્કિંગ’ વિસ્તાર જાહેર કરી વાહન પાર્કિંગ પર પ્રતિબંધ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગર શહેરના ST પીકઅપ સ્ટેન્ડની આજુબાજુ ખાનગી વાહનો પાર્કિંગ ન કરવા આદેશ

સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફીક દિન-પ્રતિદિન વધતો જતો હોય તેમજ સુરેન્દ્રનગર શહેરમાં આજુબાજુના ગામડા અને શહેરમાંથી લોકો જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ખરીદવા આવતા હોય છે. આથી વાહનોની ખૂબ જ અવર-જવર રહે છે. તેમજ ઓટો રીક્ષા, ડીઝલ રીક્ષા, ટુ વ્હીલર, ફોર વ્હીલર તથા અન્ય વાહનોની સંખ્યામાં ઉતરોત્તર વધારો થતો જાય છે. ઉપરાંત એસટી બસોના પીકઅપ સ્ટેન્ડ ઉપર ખાનગી બસો તેમજ અન્ય વાહનો પાર્ક કરીને તેમાં મુસાફરોની હેરાફેરી કરાતી હોવાથી એસટી વિભાગની આવકને નુકસાન થાય છે તેમજ ટ્રાફિકના પ્રશ્નો ઉભા થાય છે.

આવા વાહનો માટે ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરવા અંગે સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક દ્વારા દરખાસ્ત થઇ હતી. જેને ધ્યાને લઈ સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી.ઝાલા દ્વારા શહેરમાં આવેલા એસટી પીકઅપ સ્ટેન્ડની આજુબાજુ કોઈ પણ પ્રકારના ખાનગી વાહનો પાર્કિંગ ન કરવા અંગે નો પાર્કિંગ વિસ્તાર જાહેર કરવમાં આવ્યો છે.

આ વાહનો માટે પાર્કિંગ ઝોન’
એસ.ટી. બસ સિવાયના અન્ય તમામ ખાનગી પેસેન્જર વાહન જેવા કે રિક્ષા, છકડો રિક્ષા, જીપ, મેટાડોર, ઇક્કો કાર, ડિલિવરી વાહન, ટેક્ષી, યુટિલિટી, મિની બસ, ટ્રક જેવા વાહનો માટે નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો હતો.

આ જગ્યાએ પાર્કિંગ પર પ્રતિબંધ

  • સુરેન્દ્રનગરથી મૂળી, સાયલા, ચોટીલા, રાજકોટ તરફ જતી તેમજ આવતી એસટી બસો જોરાવરનગર પોલીસ સ્ટેશન સામે ઢાળ પરના એસટી પીકઅપ સ્ટેન્ડ.
  • સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા, પાટડી તરફ જતી તેમજ આવતી એસટી બસો એનટીએમ હાઇસ્કૂલ, સુરેન્દ્રનગરની સામે રોડ પર આવેલા એસટી બસ પીકઅપ સ્ટેન્ડની આજુબાજુ ખાનગી વાહનો પાર્કિંગ ન કરવા.
  • એસટી પીકઅપ સ્ટેન્ડથી 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં એસટી બસ સિવાયના અન્ય તમામ ખાનગી પેસેન્જર વાહન.
અન્ય સમાચારો પણ છે...