તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:જિલ્લાના કાર્ડધારકોને 31મી મે સુધી વિનામૂલ્યે અનાજ મળશે

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એનએફએસએ રેશનકાર્ડ ધારકોને ઘઉં, ચોખા, તુવેરદાળ, ખાંડ અને મીઠાનું રાહત દરે વિતરણ કરાશે

કોરોના મહામારીની પરિસ્થિતિમાં લોકોને વાજબીભાવની દુકાને 2 વખત આવવુ ન પડે માટે સરકારના સુચનથી જિલ્લા પુરવઠા તંત્રદ્વારા જિલ્લાના એનએફએસએ રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર ધઉં, ચોખા, તુવેરદાળ, ખાંડ અને મીઠાનું રાહત દરે વિતરણ તથા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વાજબી ભાવની દુકાનેથી વ્યક્તી દીઠ 3.5 કિગ્રા ઘઉં, 1.5 કિગ્રા ચોખા તથા કાર્ડદિઠ1 કિગ્રા ચણાનું તા.11-5-21થી 31-5-21 સુધી વિનામુલ્યે વિતરણ કરાશે.

આ અંગે જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યુ કે એનએફએસએ રેશન કાર્ડ પૈકી જે કાર્ડધારકના રેશનકાર્ડનો છેલ્લો આંક 1 હોય તેમને તા.11-5-21, જેમનો રેશનકાર્ડ છેલ્લો અંક 2 હોય તેમણે તા.12-5-21, રેશનકાર્ડ છેલ્લો અંક 3 હોય તેમને તા.13-5-21, રેશનકાર્ડ છેલ્લોઅંક 4 વાળાએ તા. 14-5-21, રેશનકાર્ડ છેલ્લો અંક 5 વાળાએ 15-5-21, રેશનકાર્ડ છેલ્લો અંક 6 વાળાએ તા.16-5-21, રેશનકાર્ડ છેલ્લો અંક 7 વાળાએ તા. 17-5-21, રેશનકાર્ડ છેલ્લો અંક 8વાળાએ 18-5-21, રેશનકાર્ડ છેલ્લો અંક 9 વાળાએ તા.19-5-21 અને જે રેશનકાર્ડનો છેલ્લો અંક 0 હોય તેમને તા.20-5ના રોજ વ્યાજબી ભાવની દુકાને જવાનુ રહેશે.

જ્યારે અનિવાર્ય સંજોગોના કારણે જો કાર્ડધારક જણાવ્યા મુંજબ તારીખોમાં જથ્થો ન મેળવી શકે તેમણે તા.21-5-21 થી 31-5-21 સુધીમાં વાજબીભાવની દુકાનેથી જથ્થો મેળવાનો રહેશે. જ્યારે કાર્ડ ધારકદીઠ એકજ વ્યક્તીએ આવાવનુ અને માસ્ક, સોશીયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. જ્યારે કેન્દ્ર સરકારની વન નેશન – વન રેશનકાર્ડ યોજના હેઠળ દેશનો કોઈપણ NFSA રેશનકાર્ડ ધારક પોતાના અંગુઠા/આંગળીની છાપ દ્વારા અથવા નોંધાયેલ મોબાઈલ નંબર પર મેળવેલ OTPથી ઓળખ પ્રસ્થાપિત કરીને સમગ્ર રાજયમાં કોઈપણ વાજબી ભાવની દુકાનેથી અન્ન પુરવઠો મેળવી શકશે.

અન્ય સમાચારો પણ છે...