તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોદેદારોની જાહેરાત:જિલ્લા ભાજપ સંગઠનની જાહેરાત, 10થી વધુ જ્ઞાતિનો સમાવેશ કરાયો

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગરમાં પ્રથમવાર પ્રમુખનો તાજ પાટીદારના શિરે, કપાયેલા નેતાઓમાં નારાજગી

જિલ્લા ભાજપના સંગઠનના હોદેદારોની જાહેરાત મંગળવારે જિલ્લા ભાજપ પ્રમુખે સુરેન્દ્રનગર શહેરની સાથે જિલ્લાના 7 તાલુકાના શહેર અને ગ્રામ્યના પ્રમુખ અને મહામંત્રીના નામોની જાહેરાત કરી દિધી છે. નવા સંગઠનમાં અંદાજે 10થી વધુ જ્ઞાતીના લોકોને પ્રભુત્વ આપવામાં આવ્યુ છે. જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે જગદિશભાઇ મકવાણાનું નામ જાહેર થયા બાદ સંગઠનના માળખામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં સુરેન્દ્રનગર શહેરમાં પ્રમુખ તરીકે 10થી વધુ દાવેદારો હતા. તેમાંથી કોનું પતુ કપાશે તે કહેવુ મુશ્કેલ હતુ.

દરેકે પ્રમુખ પદ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી દિધુ હતુ. જેમાં પક્ષે સૌ પ્રથમવાર પાટીદાર નેતાને પ્રમુખ બનાવ્યા છે. આ ઉપરાંત જિલ્લાના તાલુકા મથકો અને ગ્રામ્યના સંગઠનના પ્રમુખ અને મહામંત્રીના નામોની જાહેરાત કરવામાં આવી છે. આ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ જગદિશભાઇ મકવાણાએ જણાવ્યુ કે પક્ષ દ્વારા દરેક જ્ઞાતી તથા દોડતા કાર્યકરોને તક આપવાનો પ્રયાસ કર્યો છે. હોદા તો એક માત્ર જવાબદારીનો ભાગ છે. ભાજપનો દરેક કાર્યકર એક બની ટીમ વર્ક સાથે સંગઠન અને જનતાના વિકાસના કામો કરવા પ્રયત્નશીલ રહેશે.

જિલ્લા ભાજપમાં કોને ક્યા હોદ્દા પર નિમણૂક
નામહોદ્દોસ્થળ
મહેન્દ્રભાઈ પટેલપ્રમુખસુરેન્દ્રનગર
હર્ષદભાઈ દુધરેજીયામહામંત્રીસુરેન્દ્રનગર
સિધ્ધરાજસિંહ ઝાલામહામંત્રીસુરેન્દ્રનગર
દર્શનાબેન પુજારાઉપપ્રમુખસુરેન્દ્રનગર
દિપસંગભાઈ ડોડીયાઉપપ્રમુખસુરેન્દ્રનગર
બાબુલાલ મીઠાપરામંત્રીસુરેન્દ્રનગર
રમેશભાઈ ઠાકોરમંત્રીસુરેન્દ્રનગર
નિરવસિંહ પરમારમંત્રીસુરેન્દ્રનગર
હિનાબેન પંડયામંત્રીસુરેન્દ્રનગર
ગીતાબેન માલકીયામંત્રીસુરેન્દ્રનગર
દિલીપભાઈ લધુભાઈઠાકોરપ્રમુખ પાટડી
મોહનલાલ ધરમશીભાઈ ઠક્કરમહામંત્રીપાટડી
નામહોદ્દોસ્થળ
લક્ષ્મણભાઈ વણોલમહામંત્રીપાટડી
રાજેશભાઈ પટેલમહામંત્રીપાટડી
ડી.કે.ચવલીયાપ્રમુખલખતર
પ્રદિપભાઈ જી.કાનાણીમહામંત્રીલખતર
શૈલેષભાઈ રાજવીરપ્રમુખચોટીલા
પરેશભાઈ શાહમહામંત્રીચોટીલા
તેજાલાલ ભરવાડપ્રમુખચોટીલા ગ્રામ્ય
દેવકુભાઈ રાજાણીમહામંત્રીચોટીલા ગ્રામ્ય
યશવંતસિંહ પરમારમહામંત્રીલીંબડી શહેર
કરશનભાઈ મેટાલીયામહામંત્રીલીંબડી ગ્રામ્ય
નાગજીભાઇ અલગોતરમહામંત્રીથાન ગ્રામ્ય
રવજીભાઈ રોજાસરામહામંત્રીવઢવાણ ગ્રામ્ય
અન્ય સમાચારો પણ છે...