તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રેરણાદાયક પહેલ:મોરબીમાં એક સંસ્થા દ્વારા ઓક્સિજન સિલીન્ડર કીટ પરત આપનારને પાંચ રોપાઓનું વિતરણ શરૂ કરાયુ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોરબીમાં એક સંસ્થા દ્વારા ઓક્સિજન સિલીન્ડર કીટ પરત આપનારને પાંચ રોપાઓનું વિતરણ શરૂ કરાયુ - Divya Bhaskar
મોરબીમાં એક સંસ્થા દ્વારા ઓક્સિજન સિલીન્ડર કીટ પરત આપનારને પાંચ રોપાઓનું વિતરણ શરૂ કરાયુ
  • વ્યકિતને પ્રાણવાયુનું મુલ્ય સમજાવવા માટે નિ:શુલ્ક પાંચ રોપા પણ આપવામાં આવે છે
  • સિરામિક ટ્રેડીંગ મિત્ર મંડળ દ્વારા વિનામૂલ્યે ઓક્સિજન સિલીન્ડર અપાય છે

વૃક્ષોની મહત્તા અંગે જાગૃતિ ફેલાય એવા શુભ આશયથી મોરબી સિરામિક ટ્રેડીંગ મિત્ર મંડળ દ્વારા કોરોના કાળમાં રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. જો કે તેઓની રોપા આપવાની પદ્ધતિ બિલકુલ અનોખી અને પ્રેરણાદાયક છે. કોરોનાના કપરા કાળમાં દર્દીઓને ઓક્સિજન સિલીન્ડર તેમજ કીટની જરૂરીયાત હોય તો સામાન્ય રૂ. 2000 ડિપોઝીટ ભરીને કોઇને પણ આપવામાં આવે છે અને કીટ પાછી આપવા આવે ત્યારે ડીપોઝીટની રકમની સાથે સાથે વ્યકિતને પ્રાણવાયુનું મુલ્ય સમજાવવા માટે નિ:શુલ્ક પાંચ રોપા પણ આપવામાં આવે છે. અને તેના ઉછેરની જવાબદારી અંગેનું મહત્વ સમજાવી તેઓની પાસેથી સંકલ્પ પણ લેવડાવવામાં આવે છે.

કોરોનાની બીજી લહેરમાં લોકોમાં ઓક્સિજન વાયુ અંગે ખુબ જાગૃતિ આવી છે. સામાન્ય રીતે વ્યકિત વાતાવરણમાંથી જ પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન મેળવે છે. પરંતુ કોરોનાના કપરા કાળમાં દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ત્યારે બાટલામાં ભરેલા ઓક્સિજન વાયુને કૃત્રિમ રીતે આપવામાં આવે છે. પ્રકૃતિની રચના પ્રમાણે વૃક્ષો મનુષ્યો માટે પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન પેદા કરે છે. વધુમાં વૃક્ષો ઓક્સિજન ઉત્પાદન સિવાય પણ મનુષ્યના જીવનમાં અનેક રીતે ઉપયોગી છે છતાં આધુનિકતાની દોડ પાછળ મનુષ્ય વૃક્ષોનું જતન કરવાનું ભૂલી રહ્યો હોવાનું પ્રતિત થાય છે. કોરોના કહેરમાં જ્યારે દર્દીઓને ઓક્સિજન લેવામાં તકલીફ પડે છે ત્યારે વૃક્ષોનું કેટલુ મહત્વ છે એની દરેકને પ્રતિતી થઇ રહી છે.

મોરબી સિરામિક ટ્રેડીંગ મિત્ર મંડળ દ્વારા બારમાસી, કરણ, લીમડો, પીપળો, તુલસી તેમજ બાગાયતી છોડ જેવા કે જામફળ, દાડમ સહિત અન્ય રોપાઓનું વિતરણ કરી વૃક્ષોનું જતન કરવાનો અનોખો સંદેશો પાઠવવામાં આવે છે. આ સેવાકિય પ્રવૃતિમાં જયભાઇ પટેલ, અભિષેક મેઘાણી, જયદીપ પટેલ તથા કવિનભાઇ શાહ સહિતના મોરબી સિરામિક ટ્રેડીંગ મિત્ર મંડળના સભ્યો આ કામગીરી પુરજોશમાં હાલમાં કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...