વિધાનસભા સામાન્ય ચૂંટણી:સુરેન્દ્રનગર જિલ્લામાં ઉમેદવારી પત્રો સ્વીકારવાના છઠ્ઠા દિવસે 271 ફોર્મનું વિતરણ, 8 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ની આદર્શ આચારસંહિતા સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં અમલી છે. જિલ્લાની તમામ વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણીનું મતદાન તા.01 ડિસેમ્બર,2022ના રોજ થશે, ચૂંટણી કાર્યક્રમ અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાની તમામ વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ મતદારો પૈકી ઉમેદવારીની લાયકાત ધરાવતા હોય તે ઉમેદવારી નોંધાવી શકે છે. ત્યારે ઉમેદવારી પત્રો સ્વીકારવાના છઠ્ઠા દિવસે જિલ્લામાં 271 ઉમેદવારી ફોર્મ ઉપડ્યા અને 8 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.
તા.05 નવેમ્બર, 2022થી ઉમેદવારી પત્રો સ્વીકારવાની શરુઆત થતાં તે તા.14 નવેમ્બર,2022 સુધી નિયત સમયમર્યાદા સુધીમાં સ્વીકારવામાં આવશે. વધુમાં તા.17 નવેમ્બર,2022ના રોજ બપોરના 3 કલાક પહેલા ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે.
આપ અને અપક્ષના ઉમેદવારે ફોર્મ ભર્યા
આજ રોજ તા.11 નવેમ્બર-2022ના રોજ ઉમેદવારી પત્રો સ્વીકારવાના છઠ્ઠા દિવસે જિલ્લામાં 271 ઉમેદવારી ફોર્મ ઉપડ્યા અને 8 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ધ્રાંગધ્રા વિધાનસભામાં આમ આદમી પાર્ટીમાંથી વાઘજીભાઈ કરશનભાઈ કૈલા અને ચંદુલાલ ઈશ્વરભાઈ મોરીએ ઉમેદવારી નોંધાવી છે. ચોટીલા વિધાનસભામાં રાજુભાઈ મેરામભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી અને જીજ્ઞેશકુમાર ગગજીભાઈ માલકિયાએ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે.
​​​​​​​લિંબડી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીમાંથી કિરીટસિંહ જીતુભા રાણા તથા અપક્ષમાંથી જયેશ હંસરાજભાઇ ઠાકોર, મહેશભાઈ મેરાભાઈ મકવાણા અને રમેશભાઈ ભાવાભાઈ ધોરિયાએ ઉમેદવારી નોંધાવી છે. તેમજ જિલ્લાની બાકી વિધાનસભામાંથી આજે એક પણ ઉમેદવારી ફોર્મ ભરાયું નથી. ઉપરાંત 60- દસાડા વિધાનસભામાંથી આજે 19 સહિત અત્યાર સુધીમાં 44, 61- લિંબડી વિધાનસભામાંથી આજે 05 સહિત અત્યાર સુધીમાં 68, 62- વઢવાણ વિધાનસભામાંથી આજે 10 સહિત અત્યાર સુધીમાં 46, 63- ચોટીલા વિધાનસભામાંથી આજે 27 સહિત અત્યાર સુધીમાં 62 અને 64- ધ્રાંગધ્રા વિધાનસભામાંથી 19 સહિત અત્યાર સુધીમાં 51 મળી જિલ્લામાં 271 ઉમેદવારી ફોર્મ ઉપડ્યા છે. તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, સુરેન્દ્રનગર દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...