આયોજન:હિમોફિલિયાના દર્દીઓ માટે ઇન્જેક્શન, દિવ્યાંગતા પ્રમાણપત્રનું વિતરણ કરાયું

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધી હોસ્પિટલે કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગર શહેરની ગાંધી હોસ્પિટલે હિમોફિલિયાના દર્દીઓ માટે ઇન્જેક્શનો તેમજ દિવ્યાંગતા પ્રમાણપત્ર વિતરણ કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં કરાયા હતા. સુરેન્દ્રનગર એનસીડી હોલ , મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલે હિમોફિલિયાના દર્દીઓ માટે ફેક્ટર -8 તથા 09ના ઈંજેક્શન વિતરણ અને દિવ્યાંગતા પ્રમાણ પત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરાની ઉપસ્થિતિમાં હિમોફિલિયાના દર્દીને ઈંજેક્શન તેમજ દિવ્યાંગતા દર્દીને તેમના પ્રમાણપત્ર આપવા આવ્યા હતા.

જેમાં ધનજીભાઇ પટેલ, જગદીશભાઇ મકવાણા, અનિરૂધ્ધસિંહ પઢિયાર, ડો.બી.કે.ગોહિલ, પ્રવીણભાઈ મોરી, હિમોફિલિયા જાગૃતિ એનજીઓના સ્થાપક હાજર રહ્યા હતા. જ્યારે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડૉ.એચ.એમ.વસેટિયન, ડૉ.એચ.આર.પ્રજાપતિ, ડૉ.એન.આર.ખાંટ, ડૉ.જયદીપ ગોસાઈ, ફિજીશિયન તથા એ.એચ.એ અને મેટ્રન અને હોસ્પિટલ સ્ટાફ પણ કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહીને કાર્યને સફળ બનાવ્યું હતું. ઇન્જેક્શનો તેમજ દિવ્યાંગતાના પ્રમાણપત્રો ફાળવવામાં આવતા જરૂરિયાતમંદોમાં રાહતની લાગણી ફેલાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...