રજૂઆત:વ્યાજબી ભાવના દુકાનદારોના કમિશન વધારો સહિતના પ્રશ્નોનું નિકાલ કરાવો

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર એફપીએસ એસોસિયેશનના આગેવાનોએ કલેક્ટર કચેરીમાં જિલ્લા પુરવઠા અધિકારીને આવેદન પાઠવ્યું હતું. - Divya Bhaskar
સુરેન્દ્રનગર એફપીએસ એસોસિયેશનના આગેવાનોએ કલેક્ટર કચેરીમાં જિલ્લા પુરવઠા અધિકારીને આવેદન પાઠવ્યું હતું.
  • સુરેન્દ્રનગર શહેર એફપીએસ એસોસિયેશનનું પુરવઠા અધિકારીને આવેદન
  • પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી આપી

સુરેન્દ્રનગર શહેર એફપીએસ એસોસિયેશનના આગેવાનોએ દુકાનદારોના વિવિધ પ્રશ્નો બાબતે આવેદન પાઠવ્યું હતું. જેમાં કમિશન વધારો સહિતના પડતર પ્રશ્નોનો નિકાલ લાવવા માંગ કરી હતી. જો પ્રશ્નોનું નિરાકરણ નહીં આવેતો આંદોલનની ચીમકી આપી હતી.જિલ્લામાં એફપીએસની દુકાનોમાં પુરવઠો મોડે પહોંચતો હોવાની, સર્વર ડાઉન થતાં કમિશન સહિતની સમસ્યાઓથી દુકાનદારો પરેશાન છે. સુરેન્દ્રનગર શહેર એફપીએસ એસોસિયેશનના શહેર પ્રમુખ ગજાનન ચૌહાણની આગેવાનીમાં જિલ્લા પુરવઠા અધિકારીને લેખિત રજૂઆત કરી હતી.

જેમાં વિતરણની તારીખ પહેલા અનાજનો જથ્થો દુકાનદારોને પહોંચાડવા, સર્વર ધીમુ ચાલતું હોવાથી ગ્રાહકો સાથે તકરાર થતી હોવાથી તે સમસ્યા દૂર કરવા, ગોડાઉનમાં અનાજ પહોંચે અને વેચાણમાં ઘટ આવતી હોય જે સરકાર ઘટ આપતી નથી. જ્યારે કમિશન પેટે મળતી રકમ નજીવી હોવાથી કમિશનમાં વધારો કરવા જ્યારે સરકાર પાસેથી ન મળેલા જથ્થાની રકમ હજુ સુધી પરત મળી નથી અને ઘણા દુકાનદારોને કેટલાક મહિનાનું કમિશન હજુ મળ્યું નથી. જ્યારે સોફ્ટવેર સ્ટોક એક્યુરસી શંકાસ્પદ હોવાથી તપાસણીમાં સ્ટોકમાં હેરાનગતિ થાય છે.

ચલણમાં કપાતું ટીડીએસ યોગ્ય નથી આથી પરત કરવા માંગ કરી હતી. જ્યારે તુવેરદાળના 100 ટકા જથ્થા આવતો હોય તો 50 ટકા રાખવો અથવા દાળનું ચલણ દુકાનની જરૂરિયાત મુજબ અલગથી બનાવવા સગવડ આપવા તથા તુવેરદાળનો જથ્થો ખરાબ આવે તો પડતર જથ્થો ગોડાઉન મેનેજર બદલી આપે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી હતી. જો આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવેતો આંદોલનની ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...