તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:સુરેન્દ્રનગર પાલિકામાં પવડી વિભાગ અને ગાંધી હોસ્પિટલના છુટા કરેલા કર્મચારીઓ ઉપવાસ પર બેઠાં

સુરેન્દ્રનગર25 દિવસ પહેલા
સુરેન્દ્રનગર પાલિકામાં પવડી વિભાગ અને ગાંધી હોસ્પીટલના છુટા કરેલા કર્મચારીઓએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું
  • કોરોના કાળમાં જીવ જોખમમાં મુકીને કામગીરી કરી છતા નોટીસ આપ્યા વગર છુટ્ટાકરી અન્યાય કર્યો છે
  • ગાંધી હોસ્પીટલ બહાર અનેસુત્રોચ્ચાર સાથે રેલી યોજી પાલિકા કચેરી બહાર પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યુ
  • અમને ખોટી રીતે છુટા કરાયા છે નોકરી ઉપર પરત લો : કર્મચારીઓ

સુરેન્દ્રનગર પાલિકા પવડી વિભાગના 25થી વધુ રોજમદારોને છુટા કર્યા બાદ પરત લેવાની માંગ કરી હતી. પરંતુ ન લેતા રજૂઆ છતા પરત ન લીધા ન હતા. જ્યારે ગાંધી હોસ્પિટલના વર્ગ-4ના કર્મીને પણ છુટા કર્યા હોવાથી આંદોલનનું શસ્ત્ર ઉગામ્યુ છે. તેઓ પાલિકા અને હોસ્પીટલ બહાર ઉપવાસ આંદોલન પર ઉતરતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

સુરેન્દ્રનગર પાલિકામાં શહેરમાં વૃક્ષોના કટીંગ,રોડ પરની ધુડ સાફ કરીવી,ખાડા ખોદવા જેવા જુદા જુદા કામો કરવા માટે કોન્ટ્રાકટર દ્વારા પવડી શાખામાં રોજમદાર કામદારોની ભરતી કરાયા હતા.તા.1 જુલાઇથી પવડી શાખાના 25થી વધુ કર્મચારીઓને છુટા કરી દેવાતા કામદારોએ રજૂઆત કરી કે અમને કોઇ નોટીસ આપ્યા વગર છુટા કરી દેવામાં આવ્યા છે. જે ગેરકાયદેસર હોવાથી કામપર પરત લેવા માંગ કરી હતી.જો તેમ ન કરાય તો 5 જુલાઇથી આંદોલનની ચીમકી આપી હતી.

આ રજૂઆત બાદ પણ પરત ન લેતા સોમવારે રોજમદારોએ રેલી યોજી સુત્રોચ્ચાર સાથે પાલિકા સુધી આવ્યા હતા.જ્યારે પાલિકા કચેરી બહાર ઉપવાસ આંદોલન પર બેસી ગયા હતા.જ્યા઼ં અમે કોરોનાના કપરા સમયમાં પણ અમે કામગીરી કરી છે.આ અંગે જોશનાબેન રાઠોડ, મકવાણા હંસાબેન, વાઘેલા કોકીલાબેન સહિતનાઓએ જણાવ્યુ કે અત્યારે અમને છુટા કરી દેવામાં આવે તો પરિવારનું ગુજરાત ચલાવવુ પણ મુશ્કેલ બને તેવી સ્થીતી છે. આથી પરત કામપર લઇ લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

ગાંધી હોસ્પીટલ સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી જનરલ હોસ્પિટલમાં આઉટસોર્સિંગ વર્ગ-4ના કર્મચારીઓ છેલ્લા દોઢ વર્ષથી કોરોના કામગીરી પણ કરવા છતા એકાએક છૂટા કરી દેવાતા રોષની લાગણી ફેલાઇ હતી.જેની 15-6-2021ના રોજ તંત્રને કામ પર લેવાની રજૂઆત કરવા છતા કામ પર લેવાતા કામદારોમાં અસંતોષ ફેલાયો હતો.

આ બાબતે અર્જુન કિશોરભાઈ બારૈયા, વિશાલભાઈ ગેલાભાઈ પાટડીયા, અવિનાશભાઈ ભરતભાઈ વાઘેલા, જ્યોતિબેન મુકેશભાઈ મકવાણા, જયેશભાઈ વિનોદભાઈ વાળા વગેરે કામદારોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યુ કે, કોરોનાની પહેલી લહેરીથી જ કામ કરીએ છીએ તેમજ બીજી લહેરમાં પણ પોતાના જીવના જોખમે કામગરી કરી હોવા છતા અમો 7 કર્મીઓને છૂટા કર્યાનુ કારણ દર્શાવ્યા વિના તેમજ નોટીસ કે નોટીસ પગાર આપ્યા વિના ગેરકાયદેસર છૂટા કર્યા છે. તેમજ હાલ કામદારોની જરૂરીયાત હોવા છતા કામદારોને છૂટા કર્યા છે. આથી કામદારોને કામ પર પરત લેવાની માંગ સાથે ગાંધી હોસ્પિટલમાં જ તા. 5-7-2021ને સોમવારથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છીએ.

અન્ય સમાચારો પણ છે...