ભૂમિપૂજન:2.96 કરોડના ખર્ચે પશુપાલન નિયામક કચેરી નિર્માણ પામશે

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પશુપાલન મંત્રીના હસ્તે કચેરીના નવા મકાનનું ભૂમિપૂજન કરાયું

સુરેન્દ્રનગરમાં જૂના પશુપાલન નિયામક કચેરીના નિર્માણનું આયોજન કરાયું હતુ. આથી નવી કચેરીને રૂ.2.96 કરોડના ખર્ચે આધુનિક બનાવવા કામનું ભૂમિપૂજન કરાયું હતુ. આ પ્રસંગે પશુપાલન મંત્રી સહિત આગેવાનો હાજર રહ્યા હતા.

સુરેન્દ્રનગરમાં ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના હેઠળ નવીન મકાનનું ભૂમિપૂજન અને ખાતમુર્હુત કાર્યક્રમ યોજાયો હતો. આથી રૂ.2.96 કરોડના ખર્ચે બનનનાર કચેરીના નવા મકાનનું ભૂમિપૂજન રાજ્યના પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી દેવાભાઈ માલમેના હસ્તે કરાયું હતંુ.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે રૂ.2.96 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ આ 2 માળનાં ભવન નિર્માણ કાર્ય 12 માસના સમયગાળામાં પૂર્ણ કરાશે.જેમાં 50ની બેઠક ક્ષમતા ધરાવતો કોન્ફરન્સ હોલ, રેકર્ડ રૂમ, સ્ટોર રૂમ સહિતની સુવિધાથી સજ્જ હશે.આ કાર્યક્રમમાં જિલ્લાભાજપ પ્રમુખ જગદીશભાઇ મકવાણા, જિલ્લા કલેકટર કે.સી.સંપટ, જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા સહિત પશુપાલન વિભાગના અધિકારીઓ,કર્મચારીઓ હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...