તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડિજિટલ ધાંધિયા:હળવદ તાલુકાની 20 પંચાયતમાં ડિજિટલ ગુજરાત સેવા બંધ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદ તાલુકાની 20 પંચાયતમાં ડિજિટલ ગુજરાત સેવા બંધ - Divya Bhaskar
હળવદ તાલુકાની 20 પંચાયતમાં ડિજિટલ ગુજરાત સેવા બંધ
  • ગ્રામ પંચાયતમાં ઓનલાઇન સેવા ઠપ્પ થતા પ્રજાને હાલાકી

રાજ્ય સરકાર દ્વારા મોટાભાગની યોજનાઓની અમલવારી ઓનલાઇન કરી હોવા છતાં કનેક્ટિવિટી સહિતના પ્રશ્ને ડિજિટલ સેવાઓ ખોરંભે પડતા ગ્રામ્યપ્રજા મુશ્કેલી ભોગવી રહી છે ત્યારે હળવદ તાલુકાના ખોડ ગ્રામ પંચાયતના સરપંચે જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરી ડિજિટલ ધાંધિયા નિવારવા માંગ કરી છે.

રાજ્ય સરકાર દ્વારા મોટાભાગની યોજનાઓના ફોર્મ ગ્રામ પંચાયતમાંથી જ મળી રહે તેવી વ્યવસ્થા કરી છે, પરંતુ હળવદ તાલુકાની ૨૦ જેટલી ગ્રામ પંચાયતોમાં ઓનલાઈન સેવામાં એક્ટિવિટીના પ્રશ્ને ડિજિટલ સેવા ખોરંભે ચડી ગઈ છે. સાથે જ હળવદમાં પાછલા એક મહિનાથી વધુ સમયથી મા કાર્ડ કાઢવાની કામગીરી પણ બંધ રહેતા ખોડ ગ્રામ પંચાયતના સરપંચે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી છે.

ખોડ ગ્રામ પંચાયતના સરપંચ જટુભા વનુભા ઝાલાએ જિલ્લા કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે હળવદ તાલુકાની 20થી 21ગ્રામ પંચાયતમાં ડીજીટલ ગુજરાત સેવા બંધ હોવાથી વિધવા પેન્શન,નિરાધાર વૃદ્ધ પેન્શન,ઇન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શન સહિતના અરજદારો ફોર્મ ફરી શકતા નથી જેથી લાભાર્થીઓ સહાયથી વંચિત રહે છે. સાથે જ હળવદમાં આરોગ્યલક્ષી મા વાત્સલ્ય કાર્ડની સેવા પણ તારીખ-1 જૂનથી સંપૂર્ણ બંધ હોવાથી ગરીબ લોકોને બીમારી સમયે ખૂબ જ તકલીફ વેઠવી પડી રહી છે. જેથી ઉપરોક્ત બંને રજૂઆત વહેલી તકે ધ્યાને લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...