તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્દાફાશ:સાયલામાં હોટલ રામદેવ સમરાથલના ગ્રાઉન્ડમાં ટેન્કરમાંથી થતી ડીઝલ ચોરી, 35 લાખના મુદ્દામાલ સાથે બે ઝડપાયા

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાયલામાં હોટલ રામદેવ સમરાથલના ગ્રાઉન્ડમાં ટેન્કરમાંથી થતી ડીઝલ ચોરી, 35 લાખના મુદ્દામાલ સાથે બે ઝડપાયા - Divya Bhaskar
સાયલામાં હોટલ રામદેવ સમરાથલના ગ્રાઉન્ડમાં ટેન્કરમાંથી થતી ડીઝલ ચોરી, 35 લાખના મુદ્દામાલ સાથે બે ઝડપાયા
  • 24000 લિટર ડીઝલ, ટેન્કર અને ચોરીના સાધનો મળી કુલ રૂ. 35.87 લાખના મુદામાલ જપ્ત

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે દરોડો પાડી સાયલા નેશનલ હાઇવેની હોટલ રામદેવ સમરાથલના ગ્રાઉન્ડમાં ટેન્કરમાંથી થતી ડીઝલ ચોરી ઝડપી પાડી હતી. જેમાં ડીઝલ લિટર 24,000 કિંમત રૂ. 20,84,259, ટેન્કર કિંમત રૂ. 15 લાખ, ડીઝલ ચોરીના સાધનો અને મોબાઇલ મળી કુલ રૂ. 35,87,359ના મુદામાલ સાથે બે આરોપીઓ ઝડપાયા હતા.

સુરેન્દ્રનગર જીલ્લા પોલિસ વડા મહેન્દ્ર બગડીયા દ્વારા જીલ્લામાં થતી ઘરફોડ ચોરીઓ, વાહન ચોરીઓ અટકાવવા અને ચોરેલો મુદામાલ શોધી કાઢવા અને હાઇવે પર થતી ચોરીઓ તથા પેટ્રોલિયમ પેદાશોની ચોરીઓ અટકાવવા એક્શન પ્લાન તૈયાર કરી કડક કાર્યવાહી કરવાની સૂચનાના આધારે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ ડી.એમ.ઢોલ સહિતના પોલિસ સ્ટાફને પાક્કી બાતમી મળી હતી કે સાયલાથી આશરે 2 કિ.મી. લીંબડી તરફ નેશનલ હાઇવે રોડ પર આવેલી રામદેવ સમરાથલ હાઇવે હોટલના ગ્રાઉન્ડમાં દરોડો પાડી આરોપી વિરભાનું રાયધનભાઇ ડાંગરે જાતે આહીર (રહે-નાગડાવાસ, તા.જી.-મોરબી, હાલ રહે-વાવડી (મોરબી) આરોપી કરમશીભાઇ સાંગાભાઇ સાંબડ જાતે રબારી (રહે-કરાડી, તા.સાયલા) સાથે દ્વારા ડીઝલ ચોરીના કૌંભાડનો પર્દાફાશ કર્યો હતો.

આ બંને આરોપીઓએ પોતાના આર્થીક ફાયદા સારૂ ટેન્કરના માલિક સાથે વિશ્વાસઘાત કરી પોતાના કબ્જા ભોગવટાના ટેન્કર નં. GJ-12-AW-5874નો વાલ્વ ખોલી એમાં પ્લાસ્ટિકની નળી ફીટ કરી એ મારફતે ડીઝલની ચોરી કરી રેડ દરમિયાન ડીઝલ લિટર 24,000, કિંમત રૂ. 20,84,259, ટેન્કર નં. GJ-12-AW-5874 કિંમત રૂ. 15,00,000, મોબાઇલ નંગ- 1, કિંમત રૂ. 35,87,359ના મુદામાલ સાથે બંને આરોપીઓને ઝબ્બે કરી સાયલા પોલિસ મથકે ફરીયાદ દાખલ કરી છે. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના આ દરોડામાં પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઇ વી.આર.જાડેજા, જુવાનસિંહ, વાજસુરભા, રૂતુરાજસિંહ, અમરકુમાર અને હિતેશભાઇ સહિતનો પોલિસ સ્ટાફ સાથે હતો.

અન્ય સમાચારો પણ છે...