તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરોનો તરખાટ:હળવદમાં એક સાથે સાત ટ્રકમાં તાળા તોડી ડિઝલ ચોરી, પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર અનેક સવાલો

સુરેન્દ્રનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદમાં એક સાથે સાત ટ્રકમાં તાળા તોડી ડિઝલ ચોરી, પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર અનેક સવાલો - Divya Bhaskar
હળવદમાં એક સાથે સાત ટ્રકમાં તાળા તોડી ડિઝલ ચોરી, પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર અનેક સવાલો
  • ડીઝલ મોંઘુ થતા હવે તસ્કરો કિંમતી ડિઝલની ચોરીના રવાડે ચડ્યા

હાલ પેટ્રોલ-ડીઝલના ભાવમા તોતિંગ વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે તસ્કરો કિંમતી ડિઝલની ચોરી તરફ વળ્યા હોય તેમ હળવદમાં ગતરાત્રીના એકીસાથે સાત ટ્રકની ટાકીના તાળા તોડી ડિઝલની ચોરી કરી ગયા હોવાનું સામે આવતા પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

હળવદમાં દિવસ ઉગેને શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા હોવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે વધુ એક ચોરીનો બનાવ હળવદ પોલીસ સ્ટેશનના એકદમ નજીક આવેલા શુંભ-લાભ કોમ્પલેક્ષ પાસે બન્યો છે. અહી પડેલી સાત જેટલી ટ્રકમાં રૂપિયા દોઢેક લાખથી વધુના ડિઝલની ચોરી થયાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ, હળવદ માળીયા હાઈવે પર આવેલા ભારત પેટ્રોલ પંપની બાજુના શુભ-લાભ કોમ્પ્લેક્ષ પાસે ગતરાત્રીના ટ્રક માલિકો ટ્રકમાં ડિઝલ પુરાવી ટ્રકો મૂકીને ઘરે ગયા હતા તે અરસામાં રાત્રિના દોઢેક વાગ્યે અજાણી ટ્રક લઈ આવેલા ત્રણથી વધુ શખ્સોએ ટ્રકની ડિઝલ ટાકીના તાળા તોડી ડીઝલ ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે. હાલ તમામ ટ્રક માલિકો હળવદ પોલીસ મથકે રજૂઆત કરવા માટે ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...