તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરીના CCTV:હળવદમાં હાઇવે ઉપર ડીઝલ ચોરતી ગેંગ સક્રિય, વધુ ત્રણ ટ્રક નિશાન બનાવ્યા

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
હળવદમાં હાઇવે ઉપર ડીઝલ ચોરતી ગેંગ સક્રિય, વધુ ત્રણ ટ્રક નિશાન બનાવ્યા
  • માળીયા-હળવદ હાઇવે ઉપર હોટલ પર ઉભેલા ટ્રક ઉપરાંત અકસ્માત ગ્રસ્ત ટ્રકની ટાકી તળિયા ઝાટક કરી નાખી

મોરબી જિલ્લામાં હાઇવે ઉપર ઉભેલી કે અકસ્માતગ્રસ્ત ટ્રકમાંથી ડીઝલ ચોરતી ગેંગ સક્રિય બની છે. બે દિવસ પૂર્વે હળવદમાં એક સાથે સાત ટ્રકમાંથી ડીઝલ ચોર્યા બાદ ગતરાત્રીના વધુ ત્રણ કિસ્સામાં ટ્રકમાંથી ડીઝલ ચોરવાના બનાવ સામે આવ્યા છે. જેમાં CCTV પણ સામે આવ્યાં છે.

ગઈકાલે રાત્રે માળીયા-હળવદ હાઇવે ઉપર શક્તિનગર ગામ નજીક આવેલી મુરલીધર હોટલમાં પાર્ક કરાયેલા ટ્રકને નિશાન બનાવી ડીઝલ ચોર ટોળકીએ ડીઝલની ટાંકી તળિયા ઝાટક કરી નાખી હતી અને આ સમગ્ર ઘટના CCTV કેદ થઈ ગઈ હતી.

બીજી ઘટનામાં હળવદની મોરબી ચોકડી નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ડીઝલ ચોર ગેંગ દ્વારા બન્ને અકસ્માતગ્રસ્ત ટ્રકની ટાંકીમાથી આરામથી ડીઝલ ચોરી કરી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રતિ લીટર ડીઝલના ભાવ રૂપિયા 100ને અડું અડું છે તેવા સમયે જ ડીઝલ ચોર ગેંગ સક્રિય બની છે અને છેલ્લા બે દિવસમાં જ હળવદ પંથકમાં 10 જેટલા ટ્રકને નિશાન બનાવ્યા છે. જોકે, ગંભીર બાબતએ છે કે આ મામલે હજુ પોલીસ ગંભીર બની નથી?

અન્ય સમાચારો પણ છે...