સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના સરકારી દવાખાને રૂ.60 લાખના ખર્ચે ડાયાલીસીસ મશીન મુકાયુ હતુ. પરંતુ પાણીનો મોટર બંધ અને લાઇન ખરાબ હોવાથી 6 માસથી બંધ છે. આથી દર્દીઓ ચોટીલા સારવાર કરાવવા જવા મજબુર બન્યા છે. થાનગઢ શહેરમાં આવેલા સરકારી દવાખાને ઓક્ટોબર 2022માં રૂ.60 લાખના ખર્ચે ડાયાલીસીસ મશીન ખરીદી ડાયાલીસીસ સેન્ટર શરૂ કરવામાં આવ્યુ હતુ.
પરંતુ પાણી પહોંચાડતી મોટર બંધ થવાની અને પાણીની લાઇન ખરાબ થવાના કારણે 6 માસથી સેન્ટર બંધ છે.આથી ડાયાલીસીસ સેન્ટર ચાલુ થયુ ત્યારથી એક દર્દી જ તેનો લાભ લઇ શક્યો છે. હાલ સેન્ટર બંધ હોવાથી ચોટીલા જવા દર્દીઓ મજબુર બની રહ્યા છે.આ અંગે દર્દી લાખામાચી ગામના 65 વર્ષીય દેવશીભાઇ વહતાભાઇ કોળીએ જણાવ્યુ કે, અમો ડાયાલીસીસ કરાવવા દવાખાને જઇએ તો સેન્ટર બંધ હોવાનુ જણાવાય છે.
આથી નાછુટકે અમારે ચોટીલા ડાયાલીસીસ કરાવવા જવુ પડી રહ્યુ છે. આ અંગે સીએસસી હોસ્પિટલ થાન એકાઉન્ટ કૃણાલ ગદરિયા જણાવ્યું કે, પ્લમ્બરને બોલાવ્યો છે, ટૂંક જ સમયમાં પાણી ચાલુ કરી દેવામાં આવશે. હાલ તો થાનના સરકારી દવાખાનાનું ડાયાલીસસનુ મશીન છ માસથી બંધ હાલતમાં હોવાથી દર્દીઓની હાલત અત્યંત કફોડી બનવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.