તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ઝઘડિયાના ગોવાલીથી સુરેન્દ્રનગર આવતા ધ્રાંગધ્રાના યુવાનને કારમાં લિફ્ટ આપી લૂંટ ચલાવી

સુરેન્દ્રનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લૂંટ બાદ ભરૂચના વડદલા ગામ પાસે ઉતાર્યો

ઝઘડિયાના ગોવાલી ખાતે આવેલી રાજેશ્વરાનંદ પેપર મિલમાં નોકરી કરતો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાનો યુવાન વતને આવવા નીકળ્યો હતો. ગોવાલી ચોકડીએથી તે એક કારમાં બેઠાં બાદ કારમાં રહેલા 6 શખસે તેને છરી બતાવી રોકડા, મોબાઇલ તેમજ પાવર બેન્ક સહિત 20 હજારની મત્તાની લૂંટ ચલાવી યુવાનને વડદલા ગામ પાસે ઉતારી નાસી છૂટતા ચકચાર ફેલાઇ હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ગામના વતની હસમુખભાઈ સિરોયા ઝઘડિયાના ગોવાલી ગામે આવેલી રાજેશ્વરાનંદ પેપર મિલ ખાતે નોકરી કરતા હતા. દરમિયાનમાં હસમુખભાઈને કોઇ કામ અર્થે સુરેન્દ્રનગર જવાનું થતાં ઝઘડિયા તરફથી આવતી એક કારમાં ઝાડેશ્વર ચોકડી સુધી પહોંચવા હસમુખભાઈ બેઠા હતા. પરંતુ કારમાં બેસેલાં 6 શખસ પૈકી હસમુખભાઈની બાજુમાં બેસેલાં શખસે છરી બતાવી તેમની પાસે જે કાંઇ હોય તે આપી દે તેમ કહી યુવાન સાથે ઝપાઝપી કરી તેનો મોબાઇલ તેમજ પર્સમાંથી 4 હજાર રૂપિયા રોકડા, પાવર બેન્ક તેમજ ઘડિયાળની લૂંટ ચલાવી તેને વડદલા ગામના પાટિયા પાસે ઉતારી ત્યાંથી રફૂચક્કર થઇ ગયાં હતાં. હસમુખભાઈએ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે લૂંટારૂઓને શોધવાના ચક્રોગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...