તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રિકેટ ટુર્નામેન્ટ:ધ્રાંગધ્રામાં તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ, કોંઢ ક્લસ્ટરનો વિજય

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કુલ 12 ટીમોએ ભાગ લીધો

ધ્રાંગધ્રા તાલુકા પ્રાથમિક શિક્ષક સંધ દ્વારા તા. 2/4/2021 થી 4/4/2021 જીન પ્લોટ ગ્રાઉન્ડ, ધ્રાંગધ્રા ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કુલ 12 ટીમોએ ભાગ લીધો હતો. તેમાંથી કોંઢ ક્લસ્ટર અને વિરેગઢ કલસ્ટરની ટીમ ફાઈનલમાં પહોચતા કોંઢ ક્લસ્ટર ફાઇનલ વિજેતા થયેલ છે.

જેઓને સુરેન્દ્રનગર જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ દેવાભાઈ સભાડ, મંત્રી ગંભીરસિંહ બોરાણા શિક્ષક જયોત સંપાદક મંડળ સભ્ય વિક્રમભાઈ સુથાર, ઉપ પ્રમુખ ડો. રણછોડભાઈ નાગર ,તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ધ્રાંગધ્રા ડી. એમ. ચૌહાણ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વઢવાણ પાંચાણીના વરદ હસ્તે ફાઈનલ વિજેતા અને રનર્સ અપ ટીમને ટ્રોફી આપી ઇનામ વિતરણ કરવામાં આવ્યું.

આ કાર્યક્રમને વધુ સફળ બનાવવા માટે શ્રીજી મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ ડો. વેકરીયા , ટેકનોમોબાઇલ વ્રજ એન્ટરપ્રાઈઝ નયન ભાઈ , ઓમેક્ષ કોટન માંથી જયેશભાઈ પટેલ SBI જૂની શાક માર્કેટ શાખા ધ્રાંગધા , ICICI બેંક ડૉ બાબા સાહેબ આંબેડકર સર્કલ ધ્રાંગધ્રા, ઋષિરાજ પેલેસ ધ્રાંગધા, તરફથી ટુર્નામેન્ટની સ્પોન્સરશીપ કરી મોટો સહયોગ આપ્યો હતો.

આ સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ધ્રાંગધ્રા તાલુકા પ્રાથમિક શિક્ષક સંધ પ્રમુખ આકાશભાઈ પટેલ મંત્રી બળદેવભાઈ ખટાણા, તથા કન્વીનર નીલેશભાઈ વ્યાસ અને તાલુકાના શિક્ષકોએ પૂરી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ છે આ ટુર્નામેન્ટમાં SOP ગાઇડલાઈન્સનું પાલન કરવામાં આવેલ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો