તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાઇક ચોરી:ધ્રાંગધ્રા પોલીસે ચોરાયેલા બે બાઇક સાથે એક આરોપીને ઝડપી પાડ્યો

ધ્રાંગધ્રા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ચોરીની બે બાઇક સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી - Divya Bhaskar
ચોરીની બે બાઇક સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી
 • વાહન ચેકિંગ દરમિયાન આરોપી શંકાસ્પદ બાઇક સાથે જોવા મળ્યો હતો

ચોરી કરેલા વાહનોને શોધી ડિકેક્ટ કરવાની કામગીરી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ધ્રાંગધ્રા-હળવદ રોડ પર ફલકુ નદીના પુલ પાસે પોલીસ વાહનોનું ચેકિંગ કરી રહી હતી. એ સમયે નંબર વગરની શંકાસ્પદ બાઇક જોવા મળી હતી. તપાસ કરતા ચાલક પાસે કોઇ કાગળ ન મળતા પૂછપરછ હાથ ધરાઈ હતી જેમાં ચાલકે આ બાઇક ચોરીની હોવાની કબૂલાત કરી હતી.

આરોપી પાસે બાઇકના આધાર પૂરાવા ન મળતા પૂછપરછમાં ચોરી કબૂલી
આરોપી પાસે બાઇકના આધાર પૂરાવા ન મળતા પૂછપરછમાં ચોરી કબૂલી

આકરી પૂછપરછમાં બાઇક ચોરીની કબૂલાત
બાઇક ચાલક પીન્ટુભાઇ કેશાભાઇ પરમાર ( રહે- ગાજણવાવ તા.ધ્રાંગધ્રા ) હાલ રહે રહે- મોરૈયા, તા. બાવળા, જી.અમદાવાદ ) પાસે બાઇકના કોઇ આધાર પુરાવાઓ કે કાગળો મળી ન આવતા એની અટક કરી વધુ સખ્તાઇથી પૂછપરછ કરવામાં આવી હતી. બીજુ એક મોટરસાયકલ એના મિત્ર રાહુલ વિનોદભાઇ મકવાણા ( રહે- મોરૈયા, તા. બાવળા, જી.અમદાવાદ ) સાથે મળી આજથી આઠેક દિવસ અગાઉ ધ્રાંગધ્રા આંબેડકર સર્કલ તથા સંઘવી શુકલ પેટ્રોલપંપ નજીકથી ચોરી કર્યું હોવાનું કબૂલ કર્યું હતું. ધ્રાંગધ્રા સીટી પોલીસે બીજુ બાઇક પણ કબ્જે લીધું હતુ. જેમાં ચેજીસ નંબરના આધારે એક મોટરસાયકલ જીતેન્દ્ર ખેંગારભાઇ પરમાર અને બીજુ બાઇક દિવ્યરાજસિંહ બચુભા વાઘેલા ( રહે બંને ધ્રાંગધ્રા )વાળાનું હોવાનું ખુલતા આ બંનેની રૂ. 45000ના બાઇક ચોરીની અંગેની ફરિયાદ દાખલ કરી આ કેસની વધુ તપાસ ધ્રાંગધ્રા સીટી પોલીસના હેડ કોન્સ્ટેબલ ડી.જે.ઝાલા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો