સુરેન્દ્રનગર કોરોના LIVE:ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા કોરોના પોઝિટિવ, રવિવારે 12 કેસ સામે આવ્યા હતા

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાએ બે દિવસથી તાવ-શરદી થતા ખાનગીમાં ટેસ્ટ કરાવ્યો હતો

સુરેન્દ્રનગર જિલ્લામાં શનિવારે 13 કોરોના પોઝિટીવ કેસો આવ્યા હતા. સતત બીજા દિવસે એટલે રવિવારે વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા, લીંબડી તેમજ જિલ્લા બહારના વ્યક્તિ સહિત કુલ 12 પોઝિટીવ કેસો આવ્યા હતા. દિવસે દિવસે જિલ્લામાં વધતા કેસોને લઇને જિલ્લા તંત્રમાં દોડધામ મચી છે. ત્યારે આજે હળવદ -ધ્રાંગધ્રા મત વિસ્તારના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા પોઝિટિવ આવ્યાં છે.

હળવદ -ધ્રાંગધ્રા મત વિસ્તારના ધારાસભ્યપરસોત્તમભાઇ સાબરીયાને છેલ્લા બે દિવસથી શરદી-તાવ થયા બાદ ખાનગીમાં કોરોના ટેસ્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવતા હાલ હોમ આઇસોલેટ થયા છે. નોંધનીય છે કે, ધારાસભ્ય સાબરીયાએ કોરોના વેક્સિનના બન્ને ડોઝ લીધા હોવા છતાં કોરોના પોઝિટિવ આવ્યા છે.

હળવદ-ધ્રાંગધ્રા મત વિસ્તારના મોરબી રહેતા ધારાસભ્ય પરસોત્તમભાઇ સાબરીયાને છેલ્લા બે દિવસથી શરદી-તાવ થતા ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં પોઝિટિવ રિપોર્ટ આવતા આજે સવારે તેઓએ સોશિયલ મીડિયા ઉપર પોતે કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું જણાવી તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ રિપોર્ટ કરાવી લેવા સલાહ આપી હતી.

નોંધનીય છે કે, બે દિવસ પૂર્વે ધારાસભ્ય પરસોત્તમભાઇ સાબરીયા કલેકટર કચેરી ખાતે મળેલી રીવ્યુ બેઠકમાં હાજર રહ્યા હતા અને કલેકટરની નજીક જ બેઠા હતા. આજે તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. અને તેમની પૌત્રીને પણ તાવ આવતો હોય કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો છે. હાલમાં ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા હોમ આઇસોલેટ થયા છે. અને તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને પણ હોમ કોરેન્ટાઇન થવા તેઓએ અપીલ કરી છે.

સંભવીત ત્રીજી લહેરને લઇને જિલ્લામાં થોડા દિવસોથી કોરોનાએ દેખા દીધી છે. જેના કારણે જિલ્લામાં તા. 11 ડિસેમ્બર-2021થી લઇને અત્યાર સુધીમાં કુલ 67 પોઝિટિવ કેસો ધ્યાને આવ્યા હતા. તેમાંય તા. 3થી 9 જાન્યુઆરી-2022 એટલે કે છેલ્લા 9 દિવસમાં જ આ કેસની સંખ્યાં 62 પર પહોંચી ગઇ હતી. ત્યારે તા. 9 જાન્યુઆરીને રવિવારે વઢવાણમાં 12 વર્ષના બાળક સહિત 7 કેસો ધ્યાને આવ્યા હતા.

આ ઉપરાંત જિલ્લાના ચોટીલામાં-2, ધ્રાંગધ્રામાં -1, લખતરમાં -1 અને 1 કેસ જિલ્લા બહારનો સહિત કુલ 12 લોકો પોઝિટીવ આવ્યા હોવાનું બહાર આવ્યુ હતુ. 2022ની શરૂઆતમાં જ તા. 6 જાન્યુઆરીએ-17, તા. 8 જાન્યુઆરીએ-13 અને તા. 9 જાન્યુઆરીએ-12 કેસો સાથે આ ત્રણ દિવસમાં જ 42 જેટલા લોકો કોરોના સંક્રમિત બન્યા હતા. ​​​​​​​ જિલ્લામાં ધીરે ધીરે વધતા કેસના કારણે જિલ્લા તંત્રમાં પણ દોડધામ મચી છે. તા. 9 જાન્યુઆરીને રવિવારના રોજ 16 કેન્દ્રો પર 3279 લોકોએ રસી મૂકાવી હતી. પરિણામે 12 લાખ 81 હજાર 294 પ્રથમ અને 12 લાખ 38 હજાર 119 અને બીજા ડોઝ સાથે કુલ 25 લાખ 19 હજાર 413 લોકોનું રસીકરણ થયુ હતુ. અત્યાર સુધીમાં જિલ્લામાં 13 લાખ 41 હજાર 195 પુરૂષો અને 11 લાખ 77 હજાર 814 મહિલાએ કોવિશિલ્ડની 21 લાખ 86 હજાર 399 અને કોવેક્સિનના 3 લાખ 33 હજાર 014 ડોઝ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...