તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કફોડી સ્થિતિમાં ધરતીપુત્રો:ધોળીધજાથી વઢવાણ જતી લાઇન તોડી પાણીની ચોરી, 15 જોડાણ કપાયાં

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધોળીધજા ડેમથી આવતી વઢવાણ ઝોનની પીવાના પાણીની લાઈનમાં ભંગાણ કરી ગેરકાયદે કનેકશનો દૂર કરાયા. - Divya Bhaskar
ધોળીધજા ડેમથી આવતી વઢવાણ ઝોનની પીવાના પાણીની લાઈનમાં ભંગાણ કરી ગેરકાયદે કનેકશનો દૂર કરાયા.
  • વરસાદ ખેંચાતાં ઝાલાવાડમાં ખેતી, ધંધા, પીવા માટે પાણીની ચોરી, હવે જો પાણી ચોરી કરશો તો કેસ કરવાની પાલિકાની ચીમકી
  • વઢવાણ બાયપાસ પરની મોટી સોસાયટી અને ઉદ્યોગો માટે પાણી ચોરી થતી હતી
  • ગેરકાયદે કનેક્શન દૂર કરવાનો ચાર્જ પણ વસૂલ કરવાની ચીમકી આપી હતી

વઢવાણ બાયપાસ રોડ પર પીવાના પાણીની લાઈનમાં ભંગાણ કરીને લેવામાં આવેલા ગેરકાયદે 15 જેટલા કનેક્શનો કાપી નખાતા ચકચાર ફેલાઇ હતી. વરસાદ ખેંચાતા હાલમાં ડેમમાંથી અપાતા તેમજ નર્મદામાં રહેલા પાણીની ચોરી ખેતી, ધંધા, વાપરવા કે પીવા માટે પાણીની ચોરીની બૂમરાણો ઉઠી છે.

સુરેન્દ્રનગર-વઢવાણ-દૂધરેજ પાલિકાના ચીફ ઓફિસર સંજયભાઈ પંડ્યા અને એન્જિનિયર કે.જી.હેરમાની સૂચનાથી પાણી પુરવઠાની ટીમે કાર્યવાહી કરી હતી. જેમાં ધોળીધજા ડેમથી આવતી વઢવાણ ઝોનની પીવાના પાણીની લાઈનમાં ભંગાણ કરી ગેરકાયદે કનેકશન ધરાવતા 10થી 15 લોકોને નોટીસ આપી કામગીરી કરાઈ હતી. ઘટના સ્થળે ટીમ ધસી જઇને અંદાજે 15 જેટલા ગેરકાયદે નળ કનેક્શનો કટ કરાયા હતા. આમાં મોટાભાગના કનેક્શનો કોમર્શિયલ હોવાના ચર્ચાએ જોર પકડ્યું હતું. હવે જો લાઇન પર ગેરકાદે કનેક્શન લીધેલા હોય અને તંત્રને માલૂમ થશે તો તંત્ર દ્વારા પાણી ચોરીનો ગુનો દાખલ કરવાની તેમજ ગેરકાયદે કનેકશન દૂર કરવાનો ચાર્જ પણ વસૂલ કરવાની ચીમકી આપી હતી.

પાણીચોરી કરતા ગૌતમગઢના 4 ખેડૂત સામે ફરિયાદ
સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાંથી સૌરાષ્ટ્રનાં 1200 જેટલા ગામોને પીવાનું પાણી પૂરી પાડતી નર્મદાની લાઇનમાં ખેડૂતો દ્વારા ખેતી માટે ઉપયોગમાં લેવાતું હોવાનું ધ્યાને આવતા ચેકિંગ કરાયું હતું. જેમાં દિગસર, દાણાવાડા, ખમીસાણા, ગૌતમગઢ સહિતનાં ગમોમાં ગેરકાયદે કનેક્શન દૂર કરવાની કામગીરીનાં ભાગરૂપે ગૌતમગઢ ગામનાં 4 ખેડૂત સામે પાણી ચોરીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

હાલ વરસાદની ખેંચનાં કારણે જરૂરિયાત વધારે રહેતી હોવાથી પાણીની ઘટ નિવારવા નર્મદા વિભાગનાં જયપાલભાઇ રમેશચંદ્રભાઇ બારડ અને ટીમ દ્વારા મૂળી તાલુકાનાં દાણાવાડા, દિગસર, ગૌતમગઢ સહિતનાં ગામોમાં ચેકિંગ હાથ ધરી ગેરકાયદે કનેકશન લઇ ખેતી માટે પાણી ઉપયોગ કરતા ખેડૂતો સામે લાલ આંખ કરી ગેરકાયદે કનેક્શનો દૂર કરવાની કામગીરી કરી હતી. જેમાં ગૌતમગઢનાં મહેન્દ્રસિંહ મંગળસિંહ પરમાર, વિક્રમસિંહ રૂપુભા પરમાર, હનુભા કરણસંગ પરમાર અને ગજુભા જેઠુભા પરમાર સામે પોલીસ ફરિયાદ નોંધતા વધુ તપાસ રોહિતભાઇ રાઠોડ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...