વઢવાણ-સુરેન્દ્રનગર પાલિકા સંયુક્ત બનતા વઢવાણ વાસીઓને સુવિધાને બદલે દુવિધા શરૂ થઇ છે.જન્મ મરણના દાખલા મટે લોકોને 10 કિમી દુર રૂ.50નો ખર્ચો કરી જવા મજબુર થવુ પડે છે.આથી વઢવાણ પાલિકા કચેરીમાંજ દાખલાની વ્યવસ્થા કરાવવા લોકમાંગ ઉઠી છે.
વઢવાણ પાલિકા હતી ત્યારે પાલિકા કચેરીમાં જન્મ-મરણના દાખલા મળતા હતા.પરંતુ સંયુક્ત પાલિકા બન્યા બાદ આ સુવિધા ઝુંટવાઇ ગઇ છે.વઢવાણ શહેરમાં 50 હજાર રહીશોને 10 કિમી દુર રૂ.50નો ખર્ચ કરી ધક્કો ખાવા મજબુર થવુ પડે છે.આ અંગે દશરથસિંહ, રાજુભાઇ, અશોકભાઇ વગેરેએ જણાવ્યુ કે જન્મ-મરણના દાખલા માટે શહેરીજનોને ધક્કા ખાવા પડી રહ્યા છે.10 કિમીનો રઝળપાટ અને રૂ.50નું પાણી કરવા છતા દાખલા માટે મુદત પડે છે.
વિધાનસભા ચૂંટણીમાં વઢવાણવાસીઓ ખોબલે ખોબલે મત આપ્યા છે.આ અંગે સુધરાઇ સદસ્યોને પણ રજૂઆત કરી છે પરંતુ બહેરા કાને અથડાઇ પાછા આવતી હોવાનો ઘાટ સર્જાયો છે.હાલ સ્મશાનમાં જ મરણનો દાખલો અને પાલિકા કચેરીએ જન્મ સહિતના દાખલા મળે તેવી માંગણી છે.આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની ચિમકી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.