કેમ્પ:હળવદમાં ધન્વંતરિ યજ્ઞ, નિ:શુલ્ક આયુર્વેદ-હોમિયોપથી નિદાન-સારવાર કેમ્પ યોજાયો

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદમાં ધન્વંતરિ યજ્ઞ, નિ:શુલ્ક આયુર્વેદ-હોમિયોપથી નિદાન-સારવાર કેમ્પ યોજાયો - Divya Bhaskar
હળવદમાં ધન્વંતરિ યજ્ઞ, નિ:શુલ્ક આયુર્વેદ-હોમિયોપથી નિદાન-સારવાર કેમ્પ યોજાયો
  • રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની થીમ આયુર્વેદ ફોર પોષણ અંતર્ગત વિવિધ વાનગીઓનું પ્રદર્શન યોજાયું
  • આ કેમ્પનો 1250 લોકોએ લાભ લીધો

મોરબીના હળવદમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે તેમજ ધનતેરસને લઈ ધન્વંતરિ યજ્ઞ, નિ:શુલ્ક સર્વરોગ આયુર્વેદ તથા હોમિયોપથી નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં હળવદ-ધ્રાંગધ્રા વિસ્તારના ધારાસભ્ય પરષોતમભાઇ સાબરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ધન્વંતરી પ્રાગટ્ય દિન નિમિતે ધન્વંતરી યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યુ હતું. છઠ્ઠા “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ”ની થીમ “આયુર્વેદ ફોર પોષણ” અંતર્ગત વિવિધ આરોગ્યવર્ધક વાનગીઓનું પોસ્ટર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. દિનચર્યા, રૂતુચર્યા, વિરૂદ્ધ આહાર, આપણી આસપાસ ઉગતી વનસ્પતિઓ, યોગનુ મહત્વ તથા યોગાભ્યાસ વગેરે અલગ અલગ વિષયોની સમજણ આપવામાં આવી હતી.

વિવિધ આયુર્વેદ ઔષધિઓનુ પ્રદર્શન- તથા હર્બલ ગાર્ડનમાં ઉપલબ્ધ વનસ્પતિઓની લોકોને સમજ આપવામાં આવી હતી. 0થી 5 વર્ષના બાળકો માટે સુવર્ણ પ્રાશનના ટીપાં પીવડાવવામાં આવ્યાં હતા. હરસ, મસા, ભગંદર જેવા રોગોમાં અસરકારક આયુર્વેદ સારવાર આપવામાં હતા. સાંધાના દુ:ખાવાના દર્દીઓ માટે અગ્નિકર્મ ચિકિત્સાં આપવામાં આવી હતી. હોમીયોપેથી સારવાર આપવામાં આવી હતી. સ્વાસ્થ્યવર્ધક આયુર્વેદ પીણુ –હર્બલ ડ્રીંકનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

રૂતુજન્ય રોગચાળા સામે રક્ષણ આપતા ડ્રાય ઉકાળા તથા સંશમની વટીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કુલ આશરે 1250 જેટલા લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...