મંદિરો બંધ:સુરેન્દ્રનગર જિલ્લાનાં મંદિરોના ચંદ્રગ્રહણ બાદ ભક્તોએ દર્શન કર્યાં

સુરેન્દ્રનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લીંબડી,મૂળી, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગરના મંદિરો બંધ રહ્યા હતા
  • પાટડીનું શક્તિમાતા મંદિરે શ્રદ્ધાળુઓએ બહારથી દર્શન કર્યા હતા

જિલ્લામાં મંગળવારે ચંદ્રગ્રહણના કારણે લીંબડી, પાટડી, મૂળી, ધ્રાંગધ્રા તેમજ સુરેન્દ્રનગર સહિતના મંદિરો સવારથી દર્શનાર્થીઓ માટે આજે બંધ રહ્યા હતા. ચંદ્રગ્રહણ પત્યા બાદઆ મંદિરોના દર્શનોનો લાભ ભક્તો લીધો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં કારતક સુદ પુનમને મંગળવારે ચંદ્રગ્રહણને લઇને અનેક મંદિરો બંધ રહ્યા હતા.

જેમાં દૂધરેજ વડવાળા મંદિર, સુરેન્દ્રનગર નવાજંકશન બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, મૂળી સ્વામિનારાયણ મંદિર અને દૂધઇ વડવાળા મંદિરો ચંદ્રગ્રહણ બાદ ખૂલતા ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. પાટડીનું ઐતિહાસિક શક્તિમાતા મંદિર ચંદ્ર ગ્રહણના પગલે આખો દિવસ બંધ રહેતા શ્રધ્ધાળુઓએ બહારથી દર્શન કર્યા હતા.

આ ઉપરાંત લીંબડી મોટા મંદિર મંગળવારે સવારે 9 વાગ્યાથી મંદિર બંધ રહ્યુ હતુ. અને આજે સવારે મંગળા આરતી સમયે ખુલશે. લીંબડી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મંગળવારે સાંજે 5:45 કલાકથી 6:30 કલાક સુધી બંધ રહ્યુ હતુ. જાખણ રાજ રાજેશ્વરધામ ખાતે ત્રિમૃતી મંદિર મંગળવારે સવારથી સાંજ સુધી બંધ રહ્યુ હતુ. પરંતુ 7:30 વાગ્યે સંધ્યા આરતી માટે મંદિર ખોલાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...