તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શીતળા સાતમ:આજે શ્રાવણ વદ સાતમે ધ્રાંગધ્રામાં આવેલા શીતળા માતાના મંદિરે ભક્તોએ દર્શન કર્યા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આજે શ્રાવણ વદ સાતમે ધ્રાંગધ્રામાં આવેલા શીતળા માતાના મંદિરે ભક્તોએ દર્શન કર્યા - Divya Bhaskar
આજે શ્રાવણ વદ સાતમે ધ્રાંગધ્રામાં આવેલા શીતળા માતાના મંદિરે ભક્તોએ દર્શન કર્યા
  • લોકો માતાજીને શ્રીફળ, ચુંદડી, નેણા-ફુલા, માતાજીની આંખ, જીભ, તેમજ ચોટલો પણ ચડાવે છે

આજે શ્રાવણ વદ સાતમ ધ્રાંગધ્રામાં આવેલા શીતળા માતાના મંદિરે ભક્તોએ દર્શન કર્યા હતા. લોકો માતાજીને શ્રીફળ, ચુંદડી, નેણા-ફુલા, માતાજીની આંખ, જીભ, તેમજ ચોટલો પણ ચડાવે છે.

શ્રાવણ વદ-7 (સાતમ) આજના દિવસે ઠંડુ ખાવાનો રીવાજ છે. આજે ધ્રાંગધ્રામા આવેલા શીતળા માતાનુ મંદિર 200 વર્ષ કરતા વધુ જુનુ છે. અને સ્ટેટ વખતનું આ મંદિર છે. શ્રાવણ વદ (7)સાતમ અને ચૈત્ર વદ-7(સાતમ)ના રોજ મેળો ભરાય છે. જેમાં હજારોની સંખ્યામાં માણસો આવે છે. સાતમના દિવસે મંદિરે દર્શને આવતા લોકો માતાજીને શ્રીફળ, ચુંદડી, નેણા-ફુલા, માતાજીની આંખ, જીભ, તેમજ ચોટલો પણ ચડાવે છે. પોતાના બાળકોનું સારા આરોગ્ય અને લાંબા આયુષ્ય માટે બાળકની માતાઓ માતાજી પાસે પ્રાર્થના કરે છે

ત્યારે આ વખતે કોરોનાના કહેર સામે સરકારની ગાઈડ લાઈન મુજબ મંદિર દર્શનાથીઓ દર્શન કરવા આવ્યા હતા ત્યારે જાહેરનામાને લઇ લોકોના ટોળા ભેગા ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રાનુ આ મંદિર અતી પ્રખ્યાત હોઈ આજના દિવસે આજુ-બાજુના ગામડાના લોકો અહીયા દર્શન કરવા આવતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...