ગ્રહણની અસર:પાટડી વર્ણીન્દ્રધામ મંદિરમાં ગ્રહણ પૂર્ણ થયા બાદ ભક્તો દર્શન કરી શકાશે, શક્તિમાતા મંદિર ગ્રહણના હિસાબે બંધ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટડીના વર્ણીન્દ્રધામ સ્વામિનારાયણ મંદિરમાં દર્શને પધારતા ભાવિકો સૂર્ય ગ્રહણ પૂર્ણ થયા બાદ ભગવાનના દર્શન કરી શકશે. અન્ય વિભાગો બપોરના 1-30 વાગ્યા પછીથી નીલકંઠ પ્રસાદમ-ભોજનાલય, સહજાનંદ પ્રદર્શન, રથયાત્રા વગેરે બંધ રહેશે. જ્યારે ગ્રહણ દરમિયાન સનાતન ધર્મના નિયમ મુજબ સંતો, હરિભકતો તથા સેવકગણ વિશેષ ભજન કીર્તન કરશે.

સંતો પૂજાપાઠ કરશે
સાંજે 6-30 કલાકે ગ્રહણ સમાપ્તિ બાદ ઠાકોરજી સ્નાન અભિષેક કરશે. સંધ્યા આરતી તથા શયન આરતી બંને સાથે જ રાતે 7-45 કલાકે થશે. પછીથી ઠાકોરજી પોઢી જશે. જ્યારે સંતો સ્નાન કરી પૂજાપાઠ કરશે. ગૃહસ્થોને ગ્રહણ મૂકાયા પછી કરાતું દાન અનેકગણું વિશેષ ફળ આપનારું શાસ્ત્રકારોએ કહ્યું છે. તેથી ગ્રહણ સમાપ્ત થયા પછીથી ગૃહસ્થો પોતાની શક્તિ અને શ્રદ્ધા અનુસાર દાનનો સંકલ્પ કરી પુણ્યના યશભાગી બની શકે છે. એ દાન પછીથી રૂબરૂ કે ઓનલાઇન જે તે દેવ મંદિરોમાં , વિદ્યાદાનમાં, ગરીબોને અન્ન ધન વસ્ત્ર વગેરેમાં આપી શકે છે. જ્યારે તારીખ 26ના સવારથી જ પાટડી વર્ણીન્દ્રધામ મંદિરના દરેક વિભાગો પૂર્વવત ચાલુ થઈ જશે.

શક્તિમાતા મંદિર મોડી સાંજ સુધી બંધ
પાટડી શક્તિમાતા મંદિર ગ્રહણના હિસાબે દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. પાટડીનું ઐતિહાસિક શક્તિમાતાજીનું મંદિર સુર્ય ગ્રહણના પગલે સવારે 11 વાગ્યાથી મોડી સાંજ સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...