તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વોર્ડ નંબર 5માં આવેલા છેવાડાના વિસ્તારો આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાની રાવ ઉઠી રહી છે. જેમાં ખાસ કરીને માનવમંદિર અને તેની આસપાસ આવેલી સોસાયટીમાં રસ્તા, સફાઇ અને પુરતા પ્રમાણમાં પાણી સહીતની સુવિધાઓનો અભાવ જોવા મળે છે. આ ઉપરાંત જીનતાન ઉદ્યોગનગર દ્વારા પાલિકાને વર્ષે લાખો રૂપિયાનો વેરો ભરવામાં આવે છે તેમ છતાં વરસાદી પાણીના નિકાલ, સ્ટ્રીટલાઇટ જેવી સુવિધાના અભાવની બૂમ ઉઠી છે.
નવા બનાવેલા રસ્તા 3 મહિના ટકતા નથી
સુરેન્દ્રનગર પાલિકાના વોર્ડ નંબર 5 બે ભાગમાં વહેંચાઇ ગયો હોય તેવી સ્થિતી જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને સંસ્કાર સોસાયટી, જીનતાન રોડ, શારદા સોસાયટી, મેઘાણીરોડ જેવા વિસ્તારોમાં લગભગ તમામ સુવિધાઓ મળી રહી છે જ્યારે ચામુંડાપરા, માનવમંદિર, જુની હાઉસીંગ, શાંતિનગર સહીતના વિસ્તારો આજે પણ રસ્તા, પાણી, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ ઝંખી રહ્યાં છે. જ્યાં નવા રસ્તાઓ બનાવવામાં આવ્યા છે તે પણ 2 કે 3 માસમાં જ તૂટી ગયા હોવાનો પણ સ્થાનિકોનો આક્ષેપ છે.
વોર્ડમાં મુખ્યત્વે કોળી, જૈન, મુસ્લીમ અને માલધારી સમાજની વસ્તી મોટી છે. છેવાડના વિસ્તારોમાં આજે પણ પાકા રસ્તા ન હોવાથી તેમજ ચોમાસામાં વરસાદી પાણીના નિકાલના અભાવે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આથી ગમે તે પક્ષના સદસ્યો ચૂંટાઇને આવે પરંતુ છેવાડાના વિસ્તારની સમસ્યાનો અંત લાવે તેવી માંગ છે.
કુલ મતદાર : 14, 002
કયા કયા વિસ્તાર
જયહિન્દ સોસાયટી
માનવમંદિર વિસ્તાર
ગીતા સોસાયટી
શારદા સોસાયટી
કમલપાર્ક
આંબેડકર હોલવાળો વિસ્તાર
મધુબાગ
સ્વસ્તિક સોસાયટી
ભારતપરા
જીનતાન રોડ
શારદા સોસાયટી
ઘર હો તો ઐસા વાળો વિસ્તાર
ઠેર ઠેર ગટરનાં ઢાંકણાં તૂટી ગયાં છે
અનેક જગ્યાઅે ભૂગર્ભ ગટરના ઢાંકણાઓ તુટી ગયેલી હાલતમાં છે. મુખ્ય રસ્તાઓ પર ઢાંકણાઓ તુટેલા હોવાથી રાત્રીના સમયે અકસ્માતનો પણ ભય રહે છે. રજૂઆતો છતાં કોઇ ઉકેલ આવ્યો નથી.> દર્શનભાઇ વાઘેલા, સ્થાનિક
સ્ટ્રિટલાઇટની કોઈ વ્યવસ્થા નથી
જીનતાન ઉદ્યોગનગરથી નવી એસ પી સ્કુલ તરફના રસ્તે 5 થી 6 શાળાઓ આવેલી છે અને દૈનિક 5 હજારથી વધુ લોકોની અવરજવર છે. છતાં આ મુખ્ય રસ્તા પર જ સ્ટ્રીટલાઇટ નથી. જેથી રાત્રે કોઇ અઘટીત બનાવ બનવાનો પણ ભય રહે છે.- લાભુભાઇ રબારી
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.