કાર્યવાહી:સુરેન્દ્રનગરમાં પેપર લીક મુદ્દે દેખાવો કરતાં આપના 25થી વધુ કાર્યકરની અટકાયત

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરના આપના કાર્યકર્તાઓએ પેપર લીક મુદે દેખાવો કરતા અટકાયત કરાઈ હતી. - Divya Bhaskar
સુરેન્દ્રનગરના આપના કાર્યકર્તાઓએ પેપર લીક મુદે દેખાવો કરતા અટકાયત કરાઈ હતી.
  • ઉપાસના સર્કલે સૂત્રોચ્ચાર અને દેખાવો કરતા પોલીસે કાર્યવાહી કરી

સુરેન્દ્રનગર-વઢવાણ ઉપાસના સર્કલે એકઠા થયેલા આપના કાર્યકરોએ પેપર લીક મુદ્દે સૂત્રોચ્ચારો અને દેખાવો સોમવારે કર્યા હતા. ત્યારે પોલીસે ઘટના સ્થળે દોડી આવીને 25થી વધુ કાર્યકરોની ધરપકડ કરી હતી.સમગ્ર રાજયમાં પેપર લીકનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ત્યારે તેના પડઘા સુરેન્દ્રનગર જિલ્લામાં પડ્યા હતા.

જેમાં તા. 20 ડિસેમ્બરને સોમવારે સુરેન્દ્રનગર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વઢવાણ ઉપાસના સર્કલ પાસે સૂત્રોચ્ચાર અને દેખાવો કરવામાં આવ્યા હતા. આ દરમિયાન શહેરની બી -ડિવિઝન પોલીસ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અને આમ આદમી પાર્ટીના 25 વધુ કાર્યકરની ધરપકડ કરવામાં આવી હતી. આ સમયે હીતેષભાઈ પટેલ, કમલેશ ભાઇ કોટેચા, સતીષ ગમારા, દીપકભાઈ ચીહલા, પિન્ટુભાઇ શાહ, પરેશભાઈ વ્યાસ અને મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...