તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:મોબાઇલ ટાવર માટે ખોદકામ બાદ બુરાણ ન કરાતા હાલાકી

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગર પ્રોફેસર સોસાયટી પાસે ખાનગી કંપનીએ

સુરેન્દ્રનગર પ્રોફેસર સોસાયટી પાસે ખાનગી કંપની દ્વારા મોબાઇલ ટાવર માટે ખોદકામ કર્યા બાદ તેનું બુરાણ ન કરાતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને રાત્રીના સમયે પસાર થતાં અકસ્માતનો પણ ભય રહે છે આ અંગે તંત્રમાં રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી કોઇ કાર્યવાહી ન કરાતા લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે. સુરેન્દ્રનગર પ્રોફેસર સોસાયટી પાસે અંદાજે દિવાળી પહેલા કોઇ ખાનગી કંપની દ્વારા મોબાઇલ ટાવર નાંખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. પરંતુ ખોદકામ બાદ કામ પુરૂ કર્યા વગર જ ખાડો ખુલ્લો છોડી દેવામાં આવતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ અંગે સ્થાનિકોએ તંત્રમાં લેખીત રજૂઆત કરતા જણાવ્યું હતું કે અંદાજે ત્રણેક માસ પહેલા મોબાઇલ ટાવર માટે ખોદકામ કરી લોખંડના બ્લોક બનાવવમાં આવ્યો હતો પરંતુ તેને ઢાંકવા માટેની કોઇ વ્યવસ્થા ન કરાતા અવારનવાર પશુઓ અંદર પડી જવાના બનાવો બને છે. તેમજ અજાણ્યા વાહનચાલકોને પણ અકસ્માતનો ભય રહે છે આથી કોઇ દુર્ઘટના કે અકસ્માત સર્જાય તે પહેલા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો