ઝાલાવાડમાં છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે ભાઇ-બહેનના પ્રેમના પર્વને પણ અસર થતા સાદગીપૂર્વક ઉજવણી થઇ હતી. ઝાલાવાડની બજારોમાં રાખડીની દુકાનોમાં રક્ષા ખરીદીમાં થોડી તેજી આવી છે. રક્ષાબંધન જેમખેમ નજીક આવતી જાય છે. તેમ તેમ રક્ષા બંધનની નાની મોટી દુકાનોમાં રાખડીના વેચાણમાં ઉછાળો આવતો જાય છે. રાખડીઓમાં અવનવી ડીઝાઈન જોવા મળી રહી છે. આ વર્ષ રાખડીના ભાવમાં 15થી 20 ટકાનો ભાવ વધારો થતા મોંધવારી અને ભાવવધારાએ ભાઇબહેનના પર્વને પણ અસર કરી છે. આમ છતાં લોકોને રાખડી ખરીદીમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
ભાવમાં 15થી 20ટકાનો વધારો પણ રૂ.1 થી રૂ.500 સુધીની રાખડીની વધારે માંગ
રાખડીના ભાવોમાં આ વર્ષે ગત વર્ષની સરખામણીએ રાખડી 15થી 20 ટકા મોંધી છે. છતા ખીરદીમાં ગત વર્ષથી વધુ ઘસારો છે. આ વર્ષ બાળકો માટે રાખડીની વેરાયટીમાં ટેડિબિયર, લાઈટિંગ, મ્યુઝિક, કાર્ટુન કેરેક્ટર્સની રેંજ છે જ્યારે વયસ્કો માટે એન્ટિક સુખડ, રૂદ્રાક્ષ, લુમ્બારૂદ્રાક્ષ પ્રકારની રાખડીઓ છે. ભગવાનની પ્રતિમા વાળી અને ઓમ, ડમરૂ, ત્રિશુલ જેવા સિમ્બોલ વાળી રાખડીઓની હાલ વધારે માંગ છે. - અમિતભાઇ મમતોરા, રાખડી હોલસેલ વેપારી
બહેનોના પ્રેમને ભાઇઓ સુધી સુરક્ષિત પહોંચાડવા સ્ક્રેચ અને વોટરપ્રુફ કવર
ઝાલાવાડમાં વસતી બહેનોનો પ્રેમ રાજ્યના દેશના કે વિદેશમાં રહેતા ભાઇઓ સુધી પહોંચાડવા માટે પોસ્ટ વિભાગ પણ દર વર્ષની જેમ સજ્જ છે.આ વર્ષ નવી આકર્ષક ડિઝાઇન સાથે રૂ.10નું કવર રક્ષાબંધન પર્વ માટે બહાર પડાયું છે. તેની ખાસિયત છે કે તે વોટર પ્રુફ અને સ્ક્રેચ પ્રુફ છે. પોસ્ટ વિભાગ દ્વારા કવર રાજ્યની અંદરના સ્વિકારવાની તા.17-8-21 છે જ્યારે અન્ય રાજ્યો માટે 16-8-21 નક્કી કરાઈ છે. - કમલેશ ઠાકર, અધિક્ષક પોસ્ટ ઓફિસ સુરેન્દ્રનગર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.