હડતાળની ચીમકી:વારંવારે રજૂઆત કરવા છતાં પ્રશ્નોનો કોઇ નિકાલ ન આવ્યો : GLPC કર્મીઓ

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ એજન્સીમાં જીએલપીસી કર્મચારીઓએ લેખિત રજૂઆત કરી હતી. - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ એજન્સીમાં જીએલપીસી કર્મચારીઓએ લેખિત રજૂઆત કરી હતી.
  • GLPC એમ્પલોય યુનિયનની પડતર પ્રશ્ને અચોક્કસ મુદતની હડતાળની ચીમકી

સુરેન્દ્રનગર જિલ્લાના જીએલપીસી કર્મચારીઓના પડતર પ્રશ્નની રજૂઆત છતાં કોઇ ઉકેલ આવતો નહતો. આથી જિલ્લાના 60થી વધુ કર્મચારી જીએલપીસી એમ્યલોય યુનિયનના નેજા હેઠળ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. અથી આગામી સરકારી કાર્યક્રમોને અસર થશે.

સુરેન્દ્રનગર જીએલપીસી એમ્પલોય યુનિયનના પ્રમુખ જરગેલા ફરહાદ, ઉપપ્રમુખ પટેલ સોનલબેન, સેક્રેટરી માલવી યોગેશભાઇ, પટેલ નરેશભાઇ સહિતનાઓએ મેનેજીંગ ડિરેક્ટરને લેખિત રજૂઆત કરી હતી.જેમાં જણાવ્યા મુજબ જીએલપીસીની રચના 2010માં થઇ ત્યારથી નિયમોનુસાર પગાર કે વધારો મળ્યો નથી. જ્યારે એચઆર પોલીસી લાગુ ન કરતા કર્મચારીઓને મળવા પાત્ર લાભો મળતા નથી.

જીએલપીસીની રચના 2010 પણ ડિસેમ્બર 2021 સુધી પીએફ કપાત કરાતી નથી અને જાન્યુઆરી 2022થી પીએફ કપાતની રકમ ખાતામાં જમા થઇ નથી કે ખાતા ખૂલ્યા નથી. જ્યારે ઇપીએફનો લાભ મળતો નથી, છેલ્લાં ઘણા સમયથી આઉટસોર્સના ધોરણે ભરતી થાય છે. મંજૂર મહેકમ સામે ખાલી જગ્યા વધારે છે.

આ ઉપરાંત ચાર્જ એલાઉન્સ, ટીએ, ડીએ, જાહેર રજા, વળતર રજા, પિતૃત્વ રજા સહિતનો લાભ મળતો નથી. આથી આ અંગે અનેક રજૂઆતો છતાં હજુ સુધી સમસ્યાનો નિકાલ આવ્યો નથી. આથી અચોક્કસ મુદતની હડતાળ પર જઇએ છીએ. જો સમસ્યાનો નિકાલ નહીં આવે તો તા.15-7-2022થી ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા સહિતનું આયોજન કરવાની ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...